Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

વિવિધ ક્ષેત્રે સેવા યજ્ઞો ચલાવનાર પાંચ સેવાવ્રતીઓનું સૌરાષ્ટ્ર હાઇસ્કુલ દ્વારા સન્માન

રાજકોટ : સૌરાષ્ટ્ર હાઇસ્કુલ દ્વારા વિજયભાઇ ધોળકીયાની સ્મૃતિમાં રાજકોટના જુદા જુદા ક્ષેત્રોમાં નોંધપાત્ર સેવાઓ આપનાર પાંચ વ્યકિતઓનું અદકેરૂ સન્માન કરાયુ હતુ. જે અંતર્ગત ગોકુલ હોસ્પિટલના મેનેજીંગ ડાયરેકટર જગજીવનભાઇ સખીયાનું ઉદ્યોગ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ સન્માન કરવામાં આવેલ. જયારે શિક્ષણ ક્ષેત્રે ડો. અલ્પનાબેન ત્રિવેદી, સાહિત્ય ક્ષેત્રે સંજુ વાળા, સંગીત ક્ષેત્રે હરીકાંતભાઇ સેવક અને નાટય ક્ષેત્રે કૌશિકભાઇ સિંધવનું પણ સન્માન કરાયુ હતુ. શિવાનંદ મિશન અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી અધ્યાત્માનંદજીએ ઉપસ્થિત સર્વે ઉપર આશીર્વચનો વરસાવ્યા હતા.

(3:53 pm IST)