Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

૬ થી ૧૪ ફુટના રોપા વાવવા હીતાવહ : ગ્રીન ફીલ્ડ દ્વારા ઔષધિય છોડ નજીવા દરે અપાશે

રાજકોટ તા. ૧ : હાલ પૃથ્વીનું તાપમાન ૪૫ ડીગ્રીએ પહોંચી ગયુ છે. વર્ષો વર્ષ આ આંક વધતો જાય છે. જો ધ્યાન નહીં અપાય તો ૫૫ થી ૬૦ ડીગ્રીએ તાપમાન પહોંચતા વાર નહીં લાગે. તાપમાનને કાબુમાં રાખવુ હોય તો વૃક્ષારોપણ કરવું પડશે. એમાય જો ૬ થી ૧૪ ફુટ ઉંચાઇના રોપા વાવવામાં આવે તો ઝડપથી વૃક્ષ બને અને છાયડો મળતો થાય છે. તેમ ગ્રીન ફીલ્ડ પ્રોજેકટના જોઇન્ટ એકઝીકયુટી ટ્રસ્ટી શ્રીમતી મિતલ કોટીચા શાહે જણાવેલ છે.

અહીં ઉલ્લેખની છે કે પ્રોજેકટ લાઇફ પર્યાવરણની રક્ષા માટે ગ્રીન ફીલ્ડ પ્રોજેકટનું સંચાલન કરે છે. શહેરમાં અને શહરે બહારના વિસ્તારમાં વધુને વધુ વૃક્ષારોપણ થાય તે માટે મહાનગરપાલીકા અને અન્ય સેવાભાવી સંસ્થાઓને સાથે રાખી પ્રયાસો થઇ રહ્યા છે. જેમાં શહેરીજનો પણ સહયોગી બને તેવી અપીલ કરાઇ છે.

ખાસ કરીને છોડને વધવા માટે પ થી ૭ વર્ષ લાગે છે. પરંતુ જો ૬ થી ૧૪ ફુટ ઉંચાઇના રોપાનું વાવેતર કરવામાં આવે તો બહુ ઝડપી વૃક્ષ બની શકે છે. રાજકોટમાં કોઇપણ નાગરીકને ૬ થી ૧૪ ફુટ ઉંચાઇના ઔષધીય રોપા જોઇતા હોય તો ગ્રીન ફીલ્ડ દ્વારા નજીવા દરે અપાશે. આ માટે ગ્રીન ફીલ્ડ, ક્રિષ્ના પાર્કથી આગળ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા અનિલભાઇ પટેલ મો.૯૯૦૪૮ ૩૬ ૫૫૬ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:53 pm IST)