Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

આર્મ્સ એકટના ગુનામાં પકડાયેલ આરોપીની રીમાન્ડ અરજી રદઃ જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૧: ગેર કાયદેસર દેશી બનાવટની પિસ્તોલ સાથે બાતમીના આધારે પકડાયેલ શખ્સને પકડીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે હાજર કરતાં રાજકોટની અદાલતે રીમાંડની પોલિસની અરજી નામંજુર કરી આરોપીના જામીન મંજુર કરેલ છે.

આ કેસની ટૂકી હકીકત જોઇએ તો રાજકોટના ડી.સી.બી. પોલિસ સ્ટેશનના પી.એસ.આઇ. એસ. વી. પટેલને મળેલ બાતમીને આધારે રાજકોટ શીતલ પાર્કથી ઉગતા પોરબના મેલડીમાંના મંદિર વાળા ચોક ખાતેથી આરોપી મહેશ વિઠ્ઠલભાઇ પરમાર જાતે-વણકર (દલિત) ઉંમર વર્ષ ર૪ ધંધો ડ્રાઇવિંગ, રહે. આંબેડકર નગર, જામનગર રોડ, માધાપર, રાજકોટ વાળા પાસેથી ગેરકાયદેસર પાસ પરમિટ કે કોઇપણ આધાર વગર દેશી બનાવટની પિસ્તોલ મળી આવેલ. આથોી તપાસ અધિકારી આ આરોપી અન્ય રાજયમાંથી હથિયાર લઇ આવેલ હોય એની તપાસ કવરા તથા કોની પાસેથી હથિયાર લઇ આવેલ છે? તે આરોપીને પકડવા માટે તથા બીજા અન્ય મુદઓ સાથે રાજકોટની કોર્ટમાં હાજર કરતાં આરોપીના વકીલોની દલીલો તથા કાયદાના પ્રબંધોને ધ્યાનમાં લઇને રિમાન્ડ અરજી નામંજુર કરીને આરોપીના રેગ્યુલર જામીન મંજુર કરેલ છે.

આ કેશમાં આરોપી વતી રાજકોટના વકીલ રૂપરાજસિંહ પરમાર, અજિત પરમાર, કુલદીપસિંહ બી. જાડેજા, દિપક ભાટિયા, હનીફ કટારીયા, શિવરાજસિંહ ઝાલા રોકાયેલ હતા.

(3:50 pm IST)