Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

રાજકોટની તમામ મામલતદાર કચેરીમાં ઓનલાઇન સોગંદનામા બંધઃ અર્ધો ડઝન પીટીશન રાઇટરોને નોટીસો

બોન્ડ રાઇટરો વધુ પૈસા પડાવતા હોવાનું ખુલ્યું: ફી રજીસ્ટ્રેશન જ નીભાવતા નથી... : ફ્રેન્કીંગ મશીન પણ ચાલુ કરાયા નથીઃ બોન્ડ રાઇટરો સામે અનેક ફરીયાદો...

રાજકોટ તા. ૧ :.. રાજકોટની ચારેય મામલતદાર કચેરીમાં છેલ્લા ૧II થી ર વર્ષથી ઓનલાઇન સોગંદનામાં જ બંધ હોવાનું મામલતદારોની ગઇકાલની ક્રોસ તપાસમાં આ ભોપાળુ બહાર આવ્યું છે, આ અંગે કલેકટરનું પણ ધ્યાન દોરવામાં આવ્યાનું સુત્રોએ ઉમેર્યું હતું.

દરેક એટીવીટી સેન્ટરમાં રૂ. ર૦ ના સ્ટેમ્પ પેપર મળવા જોઇએ, ફ્રેન્કીંગ મશીન આ માટે ચાલુ કરવા જોઇએ તે કર્યા નથી, બે  વર્ષથી આ સુવિધા બંધ છે, સીટી પ્રાંત દ્વારા અવારનવાર સુચનાઓ અપાઇ છતાં નિયમોનો ઉલાળીયો કરાયો છે.

ગઇકાલની તપાસમાં અનેક બોન્ડ રાઇટરો-પીટીશન રાઇટરો ઝપટે ચડી ગયા છે, કોરા સ્ટેમ્પ આપતા ન હોવાની, અરજી લખાવે તો જ સ્ટેમ્પ આપતા હોવાની ફરીયાદો બહાર આવી છે. એટલૂ જ નહી દક્ષિણ મામલતદાર કચેરીના-૩, પૂર્વના-ર, મળી  કુલ ૬ જેટલા બોન્ડ રાઇટરોની તપાસમાં ફી રજીસ્ટ્રેશન ન હોવાની, તોછડાઇ, સરખા જવાબો ન આપવા, રૂ. ૧૦૦ થી ર૦૦ ની ઉઘાડી લૂંટ, વિગેરે બાબતો બહાર આવતા આ તમામને નોટીસો ફટકારી ખુલાસા પુછાયા છે, આ પીટીશન રાઇટરોના ખુલાસા બાદ પગલા લેવાશે તેમ સુત્રોએ ઉમેર્યુ હતું.

(3:49 pm IST)