Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

સિધ્ધાર્થ ખત્રીનો ચાર્જ રવિ મોહન સૈનીના બદલે હથીયારી એકમોના આઇજી અજય ચૌધરીને સુપ્રત

રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશ્નરના ચાર્જમાં ફેરફાર કરતું ગૃહ મંત્રાલય : નિવૃત થયેલ જેસીપીને ઐતિહાસિક બહુમાનઃ મનોજ અગ્રવાલનું અનુકરણીય કદમ

રાજકોટ, તા., ૧: પોલીસ તંત્રમાં વિવિધ શહેરો અને બ્રાન્ચોમાં પ્રસંશનિય ફરજ બજાવી ગઇકાલે નિવૃત થયેલા રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીના સ્થાને અન્ય કોઇ સિનિયર અધિકારીની નિમણુંક કરવાના બદલે ગૃહ ખાતાએ સર્વ પ્રથમ રાજકોટના ડીસીપી રવિ મોહન સૈનીને સિધ્ધાર્થ ખત્રીનો ચાર્જ આપવાનું નક્કી કર્યા બાદ જોઇન્ટ પોલીસ કમિશ્નરની જગ્યા આઇજી કક્ષાના સિનીયર અધિકારીની હોય,  જેસીપીનો ચાર્જ હથીયારી એકમોના આઇજી અજય ચૌધરીને સુપ્રત કર્યાનું ગાંધીનગરના સુત્રો જણાવે છે.

ગઇકાલે નિવૃત થયેલા લોકપ્રિય જોઇન્ટ પોલીસ કમિશ્નર અને રાજકોટને ટ્રાફીક સમસ્યામાંથી રાહત આપવા સંનિષ્ઠ પ્રયાસો  કરનાર સિધ્ધાર્થ ખત્રીને આજ દિવસ સુધી ભાગ્યે જ કોઇને અપાયું હોય તેવું અનોખુ વિદાયમાન નીરાલી રિસોર્ટ  ખાતે આપવામાં આવ્યું હતું. સૌ પ્રથમ વખત નિવૃત થતા અધિકારીએ પરેડની સલામી લીધી હતી.તેઓને તેઓને પોલીસ તંત્ર દ્વારા માનપાન સાથે વિદાઇ આપવા સાથે ભવ્ય સમારોહ રાજકોટના  પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ગોઠવી અનોખુ ઉદાહરણ પુરૂ પાડેલ. રાજકોટના અન્ય ડીસીપી મનોહરસિંહ જાડેજા ૧પ દિ'ની રજા પર ગયા છે.

(2:16 pm IST)