Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

૧૪ વર્ષની બાળાને લગ્નની લાલચ આપી રાજકોટની હોટેલમાં અને ચોબારી ગામે બળાત્કારઃ ગંજીવાડાનો વિજય સકંજામાં

છ મહિના પહેલા લગ્નમાં ભેગી થયેલી બાળાને મોબાઇલ નંબર આપી વાતચીત શરૂ કરી ને છેલ્લે ન કરવાનું કર્યુઃ લગ્ન કરી લેવા છે, કાગળો લઇને આવ...કહી બાળાને નવાગામ બોલાવીઃ ત્યાંથી વિજયનો મિત્ર સાગર બંનેને ગાર્ડન પરોઠા પાસે મુકી ગયોઃ હોટેલમાં છ વખત અને ચોબારી ગામે પણ વિજયએ દૂષ્કર્મ આચર્યાની કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદઃ ચોબારી પણ બંનેને સાગર મુકવા ગયો'તોઃ ૨૫મીએ ભગાડી, ૨૭મીએ 'તારી ઘરે જતી રહે, કોઇને વાત કરીશ તો મારી નાંખીશ' તેવી ધમકી આપી તરછોડી દીધીઃ અપહરણ, બળાત્કાર, પોકસો હેઠળ ગુનો દાખલ

રાજકોટ તા. ૧: ગંજીવાડાના કોળી શખ્સે ૧૪ વર્ષની બાળાને લગ્નની લાલચ આપી ફસાવી પોતાના એક સગાની મદદથી આ બાળાને ગાર્ડન પરોઠા હાઉસ પાસેની હોટેલમાં છએક વખત લઇ જઇ તેમજ ચોટીલાના ચોબારી ગામે પણ લઇ જઇ બળાત્કાર ગુજારતાં કુવાડવા રોડ પોલીસે અપહરણ, બળાત્કાર, ધમકી તથા પોકસો હેઠળ કોળી શખ્સ અને તેને મદદ કરનારા બીજા કોળી શખ્સ સામે ગુનો નોંધી એકને સકંજામાં લીધો છે. ૨૫મીએ આ શખ્સે બાળાને ભગાડી હતી અને બે દિવસ દૂષ્કર્મ આચર્યા પછી ૨૭મીએ ધમકી આપી તરછોડી દીધી હતી.

બનાવ અંગે ૧૪ વર્ષની બાળાની ફરિયાદ પરથી ગંજીવાડા મહાકાળી ચોકમાં રહેતાં વિજય ડુમાલીયા (કોળી) અને સાગર કોળી સામે આઇપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨), આઇ-એન, ૫૦૬ (૨), ૧૧૪ તથા પોકસો હેઠળ ગુનો દાખલ કર્યો છે. 

પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે ભોગ બનનાર બાળા છએક મહિના પહેલા એક લગ્ન પ્રસંગમાં ગઇ હતી ત્યારે ગંજીવાડાના વિજય કોળી સાથે પરિચય થયો હતો. વિજયએ વાતચીત દરમિયાન પોતાનું સરનામુ અને મોબાઇલ નંબર પણ આપ્યા હતાં. એ પછી અવાર-નવાર બંને ફોન પર વાતો કરવા માંડ્યા હતાં.

૨૫/૫/૧૯ના રોજ વિજયએ બાળાને ફોન કરી 'હવે આપણે લગ્ન કરી લેવા છે, તું કાગળો લઇને આવી જા' તેમ કહેતાં બાળા દૂક લેવા જવાના બહાને ઘરેથી નીકળી ગઇ હતી. વિજયના કહ્યા મુજબના સ્થળ નવાગામ રંગીલા પાસે તે જતાં ત્યાં વિજય આવી ગયો હતો અને બાદમાં તેણે પોતાના સગા સાગર કોળીને ફોન કરીને બોલાવ્યો હતો.

એ પછી સાગર સગીરા અને વિજય એમ બંનેને ગાર્ડન પરોઠા હાઉસ પાસે ઉતારીને જતો રહ્યો હતો. ત્યારબાદ વિજય આ બાળાને હોટેલમાં લઇ ગયો હતો અને ત્યાં એક દિવસ રોકાયા હતાં. અહિ તેણે બળજબરી કરી છએક વખત બળાત્કાર ગુજાર્યો હતો. બીજા દિવસે સવારે સાગર ફરીથી આવ્યો હતો અને બાઇકમાં બેસાડી બંનેને વિજયના કાકાના ઘરે ચોટીલાના ચોબારી ગામે મુકી આવ્યો હતો.

વિજયએ ચોબારી ગામે પોતાના કાકાના ઘરે પણ આ બાળા પર બળાત્કાર ગુજાર્યો હતો. કાકાએ ત્યાંથી નીકળી જવાનું કહેતાં બાદમાં વિજય ૨૭/૫ના રોજ ત્યાંથી બાળાને લઇને નીકળી ગયો હતો. કાકા બંનેને કાળીપાટ સુધી મુકી ગયા હતાં. એ પછી વિજય તેના માસીના ઘરે આશરો લેવા ગયો હતો. પણ તેણે રહેવાની ના પાડતાં ત્યાંથી બંને ગ્રીનલેન્ડ ચોકડીએ આવ્યા હતાં. અહિ વિજયએ બાળાને 'તું તારી ઘરે જતી રહે, કોઇને વાત કરીશ તો જાનથી મારી નાંખીશ' તેવી ધમકી આપી તરછોડી દીધી હતી.

બે દિવસ પછી ઘરે પહોંચેલી બાળાએ પોતાની સાથે જે થયું તેની પરિવારજનોને વાત કરતાં ગઇકાલે બાળાને લઇ કુવાડવા રોડ પોલીસ મથકે સ્વજનો પહોંચતા પી.આઇ. એમ.આર. પરમાર, રાઇટર હીરાભાઇ રબારી, હિતેષભાઇ ગઢવી સહિતે બાળાની ફરિયાદ પરથી ગુનો નોંધી વિજયને સકંજામાં લેવા તજવીજ કરી છે.

(11:43 am IST)