Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

હૃદયના ભાવને ચિત્રિત કરતા વિરેન્દ્ર ટાંકના ચિત્રોનું કાલથી ત્રણ દિ' પ્રદર્શન

ઓઇલ પેઇન્ટર, એક્રેલીક, પેસ્ટર કલર, પેન્સીલ કલરનો ઉપયોગ : ૪૦ વર્ષનો અનુભવઃ કલાપ્રેમીઓને આમત્રંણ

  રાજકોટઃ તા.૧, છેલ્લા ૪૦ વર્ષોથી ડ્રોઇંગ- પેઇંન્ટીંગ અને કાફ્રટનો અનુભવ ધરાવનાર શ્રી વિરેન્દ્ર ટાંક (ફાઇન આર્ટ અને એે.ટી.ટી.-૧૯૮૬-૮૭) નું ચિત્રકલા પ્રદર્શન તા.૨-૩-૪ (શનિ-રવિ-સોમ) શ્યામા પ્રસાદ મુખર્જી  આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે યોજાયેલ છે.

 આ પ્રદર્શનમાં કેનવાસ તથા પેપર ઉપર મોડર્ન આર્ટ રિઆલીસ્ટીક આર્ટ, એબસ્ટેકટ આર્ટ, કાફ્રટવીથ પેઇન્ટીંગ વગેરે જેવા ચિત્રોમાં હૃદયના ભાવને ચિત્રિત કરેલા છે જે કલાપ્રેમઓ નિહાળી શકશે.

 આ ચિત્રો ઓઇલ પેઇન્ટર, અક્રેલીક, પેસ્ટર કલર, પેન્સીલકલર, તેમજ પોસ્ટર કલરના માધ્યમથી ચિત્રિત કરેલા છે આ પ્રદર્શન નિહાળવા કલા પ્રેમીઓને અનુરોધ કરાયો છે.

(4:58 pm IST)