Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

મોદી સુશાસનના ૪ વર્ષ પૂર્ણઃ લોકસભાની ચૂંટણીમાં કેશરીયો લહેરાશે

કમલેશ જોષીપુરા, ઉમેશ રાજયગુરૂના નેતૃત્વમાં વિવિધ ક્ષેત્રના આગેવાનોની બેઠકમળી

રાજકોટ તા. ૧ : રાજકોટ ખાતે સામાજીક ક્ષેત્રે વિવિધ મહાનુભાવો અને ક્રિયાશીલોની  ડો.કમલેશ જોશીપુરા અને ઉમેશ રાજ્યુગુરૂની ઉપસ્થિતીમાં, વડાપ્રધાન નરેન્દ્રરભાઇ મોદીએ ચાર વર્ષ પુર્ણ કર્યા તે નિમિત્તે સંકલ્પના કરી અને ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં પૂરી તાકાત સાથે કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી. અને વીશાળ સંમેલનમાં નરેન્દ્રભાઇ મોદીની ગતિશીલ નેતૃત્વ અને શ્રી અમીત શાહજીના  સંગઠનાત્મક નેતૃત્વ તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગતીશીલ સરકારને જબ્બર પ્રતિસાદ  આપવાની સાથે મહાનગરમાં પ્રત્યેક ક્ષેત્રોના પ્રતિનિધી સ્વરૂપ અગ્રણિઓને વિવિધ જવાબદારીઓ આપવામાં આવી છે.

આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ જનસંઘ સમયથી કાર્યરત જૂના કાર્યકર્તાઓ અને વર્તમાન યુવા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. બેંક, રેલ્વે,  પીજીવીસીએલ , કર્મચારી મહામંડળ, વીમા પરિવહન સહિતના યુનિયન અગ્રણીઓ તેમજ વ્યાપાર વાણિજ્ય ક્ષેત્રના  અગ્રણીઓ , અગ્રણી તબીબો તેમજ વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ, સામાજીક, ક્ષેત્રના અગ્રણીઓ તેમજ લગભગ પ્રત્યેક સમાજના પ્રતિનિધી સ્વરૂપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી નેહલ શુકલ, વરીષ્ઠ અગ્રણી માવજીભાઇ ડોડીયા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના પુર્વ સભ્ય ખીમાભાઇ મકવાણા, વરીષ્ઠ શિક્ષણવિદ ભરત રામાનુજ, જૂના જનસંઘ પરિવારના  મોભી ઉમેદસીંગ જરીયા, વ્યાપારી અગ્રણી નરેન્દ્રભાઇ પોપટ, રાજકોટ મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ સંજયભાઇ આદ્રોજા,પ્રિન્સીપાલ  સહદેવસિંહ ઝાલા, વરિષ્ઠ ઓર્થોપેડિક સર્જન ગૌરવ શાહ , પ્રતાપ કોટક , દેવશીભાઇ ટાઢાણી, તેમજ બ્રહ્મસમાજના ઉપપ્રમુખ પ્રશાંત જોશી, તેમજ સૌરાષ્ટ્રના  રઘુવંશી અગ્રણી દિપકભાઇ મદલાણી સહિતના અગ્રણીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

પ્રારંભે પૂર્વ કેબિનેટ  પ્રધાન ઉમેશ રાજ્યગુરૂએ વિશાળ સમૂહને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે , ગત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ચુંટણી વિષયક વ્યવસ્થામાં  પૂરક બનવાની સાથે પૂરી તાકાત સાથે કામ કર્યુ હતું અને સમાજજીવનના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં પ્રભુત્વ ધરાવતા આ અગ્રણીઓ કાર્યકર્ર્તાઓ એ પ્રસંશનીય કામગીરી કરી હતી. શ્રી મોદીજીના સમર્થ નેતૃત્વમાં દેશ આજે સર્વાંગીણ પ્રગતી કરી રહેલ છે. અને 'સાફ નિયત - સહિ વિકાસ'ના નારાને જન જન સુધી પહોંચાડવા માટે આજે સંકલ્પ કરવામાં આવે છે.

રાજ્યના અગ્રણી કમલેશ જોશીપુરાએ જણાવ્યુ હતુ કે વિકાસલક્ષી વહીવટીતંત્ર  અને સુશાનની પહેચાન સાથે શ્રી મોદીજીએ વિશ્વના મહાનાયક તરીકે નું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. અને આમ આદમીમા રાષ્ટ્રવાદ અને નાગરીક ફરજોનો જબરદસ્ત જુસ્સો જગાવેલો  છે ત્યારે સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત એવા અગ્રણીઓને એક મંચ ઉપર લાવી ૨૦૧૯ ની લોકસભાની ચુંટણી પૂર્વે કેન્દ્ર  સરકાર અને રાજ્ય સરકારના કલ્યાણકારી પ્રકલ્પો ખરા લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે આ વિશાળ સમૂહ કામે લાગનાર છે.

ડો. કમલેશ જોશીપુરાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જળસંચય અભિયાનના ક્ષેત્રે ગામડે ગામડે જે આહલેક જગાવી છે તેની ખાસ પ્રસંસા કરી હતી અને શ્રી વિજયભાઇ રૂપાણીના ગતીશીલ નેતૃત્વને ખાસ બિરદાવેલ.

આ પ્રસંગે સર્વશ્રી વરીષ્ઠ અગ્રણી પ્રકાશ ટીપરે, રેલ્વે યુનિયન પરિવારના અગ્રણીઓ મહેશભાઇ છાયા, રાજેશભાઇ મહેતા, ઘનશ્યામસિંહ સોઢા, ભગીરથભાઇ જેઠવા , શિખ સંઘના અગ્રણી ભાગસિંહ ટીકે, ગુજરાત યુનાઇટેડ નાગર એસેમ્બલીના રાજ્ય પ્રમુખ ઓજસભાઇ માંકડ તેમજ રાજકોટ પ્રમુખ રાજલભાઇ મહેતા તેમજ માલધારી સમાજના શ્યામભાઇ મકવાણા, ગઢવી સમાજના કે.કે. બાવડા, પાલીયા ગઢવી, મહેશભાઇ નૈયા, મુનાભાઇ ગઢવી, ઉમિયા પરિવારના  લલિતભાઇ હુડકા, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના રાજ્યના મહામંત્રી બુલાભાઇ ચંદાણી, વૈષ્ણવ સમાજના અગ્રણી જીજ્ઞેશભાઇ વોરા, જૈનમ યુવા ગૃપના જયેશભાઇમહેતા , ધારાશાસ્ત્રીઓ દવે, છાયા, વિજળી કર્મચારી અગ્રણી જીતેન્દ્ર ત્રિવેદી, પીડબલ્યુડી યુનિયનના ભરતભાઇ સેતા , સિંધી સમાજના મંત્રી રાજુભાઇ ઉદાણી , યુનિવર્સિટી કર્મચારી અગ્રણીઓ ઈન્દુભા ઝાલા, બીશુભાઇ વાંક રસિકભાઇ તન્ના આગાખાન સમાજના નવરોઝભાઇ ગીલાણી, ડો.દિલીપભાઇ બેલાણી ડો. આશીત ભટ્ટ, યદુનંદન સમાજના સંજય ડાંગર, દશાસોરઠ મંડળના દિપકભાઇ મહેતા, સહકારી બેંક યુનિયનના અગ્રણી ધીરૂભાઇ આસોદરીયા બ્રહ્મયુવા અગ્રણી  હર્ષ હિરેન જોશી , પૂર્વ વૈરાગી સમાજના રઘુવીર ભાઇ વૈરાગી, રાષ્ટ્રીય શાળા પરિવારના દિપેશભાઇ બક્ષી ઉપરાંત પ્રવીણભાઇ પરસાણા , હસુભાઇ સોલંકી, પૂર્ણ ડી.વાય . એસ.પી. અને સામાજીક ન્યાય ચળવળના અગ્રણી રાજેશભાઇ દાફડા , લેઉઆ પટેલ સમાજના કિશોરભાઇ કથીરીયા , પ્રોફે.આનંદ ચૌહાણ, વરિષ્ઠ પ્રધ્યાપક ગીરીશચંદ્ર ત્રિવેદી , સૌરાષ્ટ્ર ફ્રુટ એસોસીએશનના પ્રમુખ દયાલસિંગ, મહિલા ધારાશાસ્ત્રી ડો. ધારાબેન  ઠાકર તેમજ પારૂલબેન પંડ્યા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ ખાતે રાજનીતીક સામાજીક ક્ષેત્રના વિવિધ મહાનુભાવો અને ક્રિયાશીલોની  ડો. કમલેશ જોશીપુરા અને ઉમેશ રાજ્યુગુરુની ઉપસ્થિતીમાં  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ચાર વર્ષ પૂર્ણ કર્યા તે નિમીત્તે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની બેઠકમાં ઉદબોધન કરી રહેલ ડો. કમલેશ જોશીપુરા ઉપરાંત ઉમેશ રાજ્યગુરુ, ભાજપા યુવા મોરચા મહામંત્રી  નેહલભાઇ શુકલ ઉપરાંત પીઢ અગ્રણી માવજીભાઇ ડોડીયા , જીલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના પૂર્વ સભ્ય ખીમાભાઇ મકવાણા , ડો.ભરત રામાનુજ, દિપક મદલાણી, ઓર્થોપેડિક સર્જન ગૌરવ શાહ , ઉદ્યોગપતિ સંજય આદ્રોજા, માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર બાલાભાઇ પોપટ તેમજ ઓજસ માંકડ તેમજ ઉપસ્થિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓ નજરે પડે છે.

(4:17 pm IST)
  • મેઘાલયમાં વિજય બાદ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી :મેઘાલયની અપાતી વિધાનસભા સીટ પર કોંગ્રેસની જીતથી સૌથી મોટી પાર્ટી બનવા છત્તા વિપક્ષમાં બેસશે:60 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના હવે 21 ધારાસભ્યો થયા: સતાધારી એનપીપીથી એક સીટ વધુ છે :એનપીપીનાં નેતૃત્વવાળી સરકારમાં ભાજપના 2,યુડીપીના 6,પીડીએફના 4,એચએસપીડીપી2,એનસીપી 1,અને 2 અન્ય મળીને સરકાર બની છે access_time 1:17 am IST

  • બ્લેકમનીની માહિતી આપનારને મળશે 5 કરોડ સુધીનું ઇનામ : કેસમાં 1 ટકાનું રીવોર્ડ મળશે : વિગત આપનારનું નામ ગુપ્ત રાખવા કોડ અપાશે : ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે નવી સ્કીમ લાગુ કરી છે જેમાં કાળું નાણુંની માહિતી આપનારને ઇનામ મળશે : સીબીડીટીએ આઇટી ઈન્ફોરમેશન રીવોર્ડસ સ્કીમ જાહેર કરી છે બ્લેકમની અંગે માહિતી આપનારને 5 કરોડ સુધીનું ઈનામ મળશે ફોરેન બ્લેક મની કેસમાં 1 ટકાનું રીવોર્ડ મળશે અને આ અંગેની માહિતી આપનારની વિગત ગુપ્ત રાખવા કોડ અપાશે access_time 1:04 pm IST

  • અમેરિકાની ચેતવણી છતાં રશિયા પાસેથી હથિયારો ખરીદશે ભારત ;રક્ષા મંત્રલાય રશિયા પાસેથી 40,000 કરોડમાં મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-400ની પાંચ યુનિટ ખરીદવાનો પ્રસ્તાવ સુરક્ષા મામલાની કેબિનેટ કમિટી સમક્ષ મુકશે access_time 1:18 am IST