Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

પુનિતનગરના કડવા પટેલ પ્રોૈઢ યોગેશભાઇનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧: ગોંડલ રોડ પુનિતનગર-૧૨માં રહેતાં કડવા પટેલ યોગેશભાઇ મગનભાઇ ધુમલીયા (ઉ.૫૨)ને રાત્રે છાતીમાં દબાણ થતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોત્તર અને ધીરેનભાઇ ગઢવીએ તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇમાં નાના હતાં અને કારખાનામાં કામ કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે. બનાવથી સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:46 am IST)
  • દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી : ગુજરાતમાં ૧૦ જુન આસપાસ ચોમાસાની સતાવાર જાહેરાત થઈ શકે access_time 4:19 pm IST

  • રાજકોટ-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત :સિહોરની જીઆઇડીસી ન,1 નજીક ત્રિપલ સવારી બાઈકને અજાણ્યા વાહને અડફેટે લીધું :બે ના મોતની આશંકા :લોકોના તોલા એકત્ર થયા ;અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો access_time 12:09 am IST

  • પુણેમાં શરદ પવાર અને નીતિન ગડકરીની ગુપ્ત મીટિંગથી રાજકારણમાં ગરમાવો :પુણેની ફાઈવ સ્ટાર હોટલમાં કેન્દ્રીય મંત્રી ગડકરીએ પત્રકારોને સંબોધિત કરી સરકારની ચાર વર્ષની સિદ્ધિઓ વર્ણવ્યા બાદ બંને દિગ્ગ્જ નેતાઓની હોટલમાં મુલાકાત થઇ :બંનેની પાર્ટીના કોઈપણ નેતાને આ વાતની જાણકારી નથી access_time 1:25 am IST