Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

પાસના આવેદન સમયે કલેકટરે ચેનલોના પ્રતિનિધિ નો-એલાઉડ કહેતા દેકારો મચી ગયોઃ કર્મચારીઓમાં ચર્ચા

પાસના આગેવાનોનો આક્ષેપ કલેકટરે અમારૂ આંદોલન સરકારમાં મોકલ્યુ તેની ખાત્રી શું ?! : માત્ર ફોટોગ્રાફરો આવે બાકી કોઈ નહિ એમ જણાવતા ચેમ્બર બહાર અફડાતફડી મચી ગઈ : કલેકટર કચેરીના ઈતિહાસમાં આવી પ્રથમ વખત ઘટના

રાજકોટ, તા. ૧ :. પાસના રાજકોટ એકમના કન્વીનરો આજે કલેકટરને આવેદનપત્ર આપવા આવ્યા ત્યારે કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ ચેમ્બરમાંથી માત્ર ફોટોગ્રાફરો આવે, ચેનલોવાળા નહીં, કે તેમના પ્રતિનિધિ નો-એલાઉડ તેવુ જણાવી દેતા દેકારો મચી ગયો હતો.

કલેકટરે આવુ કહેવડાવતા, ચેનલના પ્રતિનિધિઓમાં કલેકટરની ચેમ્બર બહાર હો-ગોકીરો મચી ગયો હતો, ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ૫ મીનીટ અફડાતફડી ચાલ્યા બાદ આખરે તમામ ૩૦ થી ૩૫ ચેનલોવાળાએ આવેદનની બાબત કવરેજ નથી કરવી તેમ જણાવી આ ન્યુઝ રીપોર્ટનો બોયકોટ કરી નાખ્યો હતો. તેની પાછળ અખબારોના ફોટોગ્રાફરો પણ ચેમ્બરની બહાર નીકળી ગયા હતા.

આ ઘટના બાદ પાસના આગેવાનોએ પણ તંત્રની ટીકા કરી ઉમેર્યુ હતુ કે અમારૂ આંદોલન - આવેદન સરકાર સમક્ષ પહોંચશે કે કેમ ? તે પ્રશ્ન છે. બંધ બારણે આવેદનનો અર્થ શું ? અત્રે એ નોંધનીય છે કે કલેકટરે ચેનલોવાળાને ના પાડી હોય તેવી આ પ્રથમ ઘટના બની છે.

(3:43 pm IST)