Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

આંગણવાડીની મહિલાઓએ લઘુતમ-વેતન અંગે કલેકટર કચેરી ગજવી

ભારતના સામ્યવાદી પક્ષો અને આંગણવાડીની ૧૦૦થી વધુ મહીલાઓએ કલેકટર કચેરીએ ઉગ્ર દેખાવો કરી, લઘુતમ વેતન અંગે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાની માંગણી કરી હતી, તથા કેન્દ્ર સરકારની ફિકસ વેતન કોન્ટ્રાકટ કાયદો બંધ કરવા માંગણી કરી રાજયપાલ - મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદન દેવામાં સીટુના  પ્રમુખ લલન શર્મા વિગેરે જોડાયા હતાં. બેરોજગારી અંગે ડાયાભાઇએ રજૂઆતો કરી હતી. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:11 pm IST)