Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

વકીલ ઉપર છરી વડે હુમલો કરવાના કેસમાં આરોપીનો કેસ વકીલો લડશે નહિં

રાજકોટ બાર એસોસીએશન દ્વારા કરાયેલ ઠરાવ

રાજકોટ તા. ૧: રાજકોટ બાર એશોસીએશનના સભ્ય શ્રી જીનીયસ જે. સુવેરા તારીખ રર/૪/ર૦૧૮ના રોજ રેસકોર્ષ રીંગ રોડના ઓડીટોરીયમ પાસે બેસેલ હતા ત્યારે આરોપી ચીરાગ શીવાભાઇ મકવાણા તથા અજાણી છોકરી ત્યાં આવી એડવોકેટ જીનીયસભાઇ સુવેરા સાથે માથાકુટ કરી અસભ્યમ વર્તન કરી અને કોઇ કારણ વગર આરોપીએ એડવોકેટ સુવેરાભાઇને છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડેલ હોય એડવોકેટ ઉપર થયેલ આવા હુમલાને હળવાશથી ન લઇ અને તેની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ બાર એશોસીએશનની કારોબારી કમીટી આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને આ સરકયુલર ઠરાવથી ઠરાવે છે કે આરોપી ચીરાગ શીવાભાઇ મકવાણા તથા અજાણી છોકરીના બચાવ માટે રાજકોટ શહેરના વકીલો વકીલ તરીકે રોકાય નહીં તેવો સર્વાનુમતે આ કમીટી અનુરોધ કરે છે.

ઉપરોકત સરકયુલર ઠરાવને રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ અનીલભાઇ આર. દેસાઇ, ઉપ પ્રમુખ બકુલભાઇ રાજાણી, સેક્રેટરી દીલીપભાઇ જોષી, જોઇન્ટ સેક્રેટરી રૂપરાજસિંહ પરમાર, ટ્રેઝરર અશ્વીનભાઇ ગોસાઇ, લાયબ્રેરી સેક્રેટરી જતીનભાઇ ઠકકર તથા કારોબારી સભ્ય સર્વે સંદીપભાઇ વેકરીયા, અજયભાઇ પીપળીયા, નીશાંતભાઇ જોશી, રોહીતભાઇ ઘીઆ, સંજયભાઇ જોશી, કૌશીકભાઇ વ્યાસ, ગૌરાંગભાઇ માંકડ, નીરવભાઇ પંડયા, એન્જલ સરધારા, મીનાક્ષીબેન ત્રિવેદી એ સમર્થન આપેલ છે.

(3:47 pm IST)