Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

કરોડોની રૂ ની ગાંસડીઓની છેતરપીંડી કેસમાં આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા. ૧: કરોડો રૂપિયાની રૂ ગાંસડીઓ અંગે છેતરપીંડી કરીને વિશ્વાસઘાત કરવા અંગેની ફરિયાદના ગુનામાં આરોપી દુર્ગેશ ધ્યાનદાસ કુબાવતે જામીન પર છુટવા કરેલ અરજીને સેસન્સ કોર્ટે રદ કરી હતી.

આ કેસની હકિકત ટુંકમાં એવી છે કે, નેશનલ બ્લફ હેન્ડલીંગ કોર્પોરેશન પ્રા. લી.માંથી કિશોરભાઇ વેકરીયા, વિજયભાઇ વેકરીયા, દીગ્નેશ બારવળીયા, ભરતભાઇ ભુવા, વશરામભાઇ ભંગડા, જીતેન્દ્રભાઇ ભુવા એ લોન લેવા માટેની એપ્લીકેશન કરેલ. તે લોકોએ પોતાના માલ ઉપર લોન લીધેલ હોય અને લોન લેનાર વ્યકિતઓએ શુંભભાઇ જેરામભાઇ વઘાસીયા રહે. જસદણવાળાને જસદણ બાય પાસ રોડ ઉપર ખાનપર રોડ ઉપર આવેલ ગોડાઉન ભાડે રાખેલ હોય અને તે ગોડાઉનમાં જે માલ રાખેલો હોય તે માલ પુરતી લોન પાસ કરવામાં આવેલી હોય તે માલમાં શંકર-૬ કપાસની રૂની ગાંસડીઓ હોય જેમાં કિશોરભાઇની ગાંસડી નંગ-૩૭પ તથા વિજયભાઇની કપાસ ગાંસડી નંગ-૩૭પ તેમજ દીગ્નેશભાઇની ગાંસડી નંગ-૪૦૦ તેમજ જીતેન્દ્રભાઇની ગાંસડી નંગ-ર૮૦ મળી કુલ શંકર-૬ કપાસના રૂા.ની નંગ-ર૧૬૦ ગાંસડીઓની તપાસણી કરીને અને ગોડાઉનનું નિરીક્ષણ કરીને શુંભભાઇના ગોડાઉનમાં રાખવામાં આવેલ હતું.

ત્યારબાદ તે ગોડાઉનને લોક કરીને શીલ મારવામાં આવેલ. ત્યારબાદ ઉપરોકત ગોડાઉનમાંથી અમુક વ્યકિતઓ ટ્રક દ્વારા ગાંસડીઓ ભરીને જતા હોય તેવી માહીતી મળતા પોલીસને જાણ કરતા પોલીસ તે ગોડાઉન ઉપર આવેલ હતી અને ગોડાઉનની બહાર બે ટ્રકો ઉભા હોય જેમાંથી એક ટ્રકમાં ગાંસડીઓ ભરેલ હોય અને ગોડાઉનમાં અંદર જતા ગાંસડીઓ ૬૪૦ નંગ ગાંસડીઓ આરોપીઓ કાવતરૃં રચી લઇ જતાં નેશનલ બ્લર હેન્ડલીંગ કોર્પોરેશન પાલીકાના વિક્રમભધાઇ શેખાવતે ફરીયાદ નોંધાવી હતી.

આ ગુનામાં આરોપી દુર્ગેશ કુબાવતે જામીન પર છુટવા અરજી કરતાં સેસન્સ કોર્ટે અરજી રદ કરી હતી આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. સ્મિતાબેન ઓઝા તથા મુળ ફરિયાદી વતી એડવોકેટ દુર્ગેશ ધનકાણી, તારક દમાણી, વિજય સીતાપરા રોકાયા હતાં.

(3:46 pm IST)