Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

ગાંધીગ્રામના એપાર્ટમેન્ટમાં કોરોનાનો હાહાકાર : પાંચ ઘરના ૧૦ સંક્રમિત

મ.ન.પા.નું આરોગ્ય તંત્ર સર્વે કે ટેસ્ટીંગ માટે ડોકાયુ જ નથી : દર્દીઓ જાતે હોમ કવોરન્ટાઇન થયા છે

રાજકોટ : શહેરમાં કોરોના કેસ હવે એક જ સ્થળ ઝુંડમાં આવી રહ્યા છે. આ પ્રકારના ૩૦ જેટલા કિસ્સા અગાઉ નોંધાઇ ચૂકયા છે ત્યારે સ્ટર્લીંગ હોસ્પિટલની સામે જ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં છેલ્લા અઠવાડિયાથી એક પછી એક પાંચ પરિવારોના ૧૦ વ્યકિતઓ કોરોના સંક્રમિત થતાં રહેવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ કોરોના સંક્રમિત પરિવારોએ ફરિયાદ ઉઠાવી છે. આ એપાર્ટમેન્ટમાં કોરોનાની સ્થિતિ એટલી હદે વણસી છે છતાં મ.ન.પા.ના આરોગ્ય તંત્રમાંથી કોઇ અહીં સર્વે કે ટેસ્ટીંગ માટે નથી પહોંચ્યું. જોકે આ દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાંથી ટેસ્ટીંગ કરાવી જાતે હોમ આઇસોલેટેડ થયા છે પરંતુ સ્થાનિક આરોગ્ય તંત્રએ આ દર્દીઓની દરકાર નથી લીધી તેવી ફરિયાદ પદાધિકારી સુધી પહોંચી હતી.

(4:03 pm IST)