Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

રૈયા ચોકડીએ નવું રેન બસેરા બનશેઃ મ્યુ. કમિશનરની સ્થળ મુલાકાત

રાજકોટ, તા. ૧ : આજે તા. ૧ ના રોજ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલએ વેસ્ટ ઝોન તથા રાજકોટ મહાનગરપાલિકામાં નવા ભળેલ વિસ્તારોમાં રહેતા શહેરી ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તે હેતુથી રૈયા ચોકડી ખાતે આવેલ અર્બન રિસોર્સ સેન્ટરને રીનોવેશન કરી પ્રાથમિક સુવિધાસભર શહેરી ઘરવિહોણા લોકો ઉપયોગ કરી શકે તે માટે રૂબરૂ સ્થળ મુલાકાત કરી હતી. આજની આ રૂબરૂ સ્થળ મુલાકાત દરમ્યાન ડેપ્યુટી કમિશનર સેન્ટ્રલ ઝોન શ્રી સી.કે. નંદાણી, ડેપ્યુટી કમિશનર વેસ્ટ ઝોન એ.આર. સિંહ અને આસિસ્ટન્ટ કમિશનર એચ.આર. પટેલ તથા પી.એ. (ટેક) ટુ કમિશનર આર.આર. રૈયાણી તેમજ આસિસ્ટન્ટ મેનેજર(પ્રોજેકટ) ભૂમિબેન પરમાર મુલાકાત દરમ્યાન ઉપસ્થિત રહ્યા હતા.

(4:03 pm IST)