Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

એડીશ્નલ કલેકટરનો આદેશ છતા ગયા વર્ષના સુજલામ-સુફલામના ચૂકવણા થયા નથીઃ ભારતીય કિસાન સંઘનો દેકારોઃ અધિકારીઓને તેડૂ

સિંચાઇમાં અલગ-અલગ પ થી ૭ વિભાગના અધિકારીઓ ધકકા ખવડાવે છેઃ માત્ર ૩૦ રૂપિયામાં ઘન મીટરનો ભાવ તે મશ્કરી સમાન... : બપોર બાદ સિંચાઇના પટેલને જવાબ આપવા તાકીદઃ ગયા વર્ષે ૪૮ર માંથી માત્ર ૪ર કામો થયાના આક્ષેપો

ભારતીય કિસાન સંઘના રાજકોટ એકના આગેવાનોએ ચુકવણા અને અન્ય બાબતે આજે વધુ એક વખત કલેકટરને આવેદન પાઠવ્યું હતું. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧ :.. ભારતીય કિસાન સંઘે આજે મુલ્યકારોને સંબોધી કલેકટરને આવેદન પાઠવી ગયા વરસના સુજલામ-સુફલામના ચુકવણી કરવા તથા રાજકોટ એક ને સ્માર્ટ સીટી બનાવવા માટે કરોડોની ફાળવણી થાય તો જીલ્લાના પ૯૬ ગામના જીવા દોરી એવા ચેક ડેમો અને તળાવો માટે કરોડો કેમ ના ફાળવાય તેવો સવાલ ઉઠાવ્યો હતો.

આવેદનમાં જણાવ્યું હતું કે રાજકોટ જીલ્લાની અંદર સિંચાઇ વિભાગ દ્વારા ગયા વર્ષે સુજલામ-સુફલામ દ્વારા જે પણ ચેક ડેમો ઊંડા ઉતારવા જે લોકોએ કામ કરેલ હતા, એક વર્ષની અંદર ઘણા ધકકા ખાવા છતાં હજુ સુધી ચુકવણુ થયેલ નથી.

ભારતીય કિસાન સંઘની ૧૦-૩-ર૦ર૧ ના રોજ કલેકટર સાથેની બેઠકમાં આ મુદાની વાત થયેલ હતી ત્યારે પણ અધિક કલેકટર પંડયા પણ જે તે વિભાગ ને ૮ દિવસમાં ચુકવણું કરવાનો આદેશ પણ આપેલ હતો. આજે તેને રર દિવસ થયા છતાં પણ આ પ્રશ્નનો નિકાલ થયેલ નથી. દરમિયાન આ બાબતે એડીશ્નલ કલેકટર શ્રી પંડયાએ સિંચાઇના અધિકારી શ્રી પટેલ તથા અન્યોઅને બપોરે બોલાવ્યા છે.

રાજકોટ સીટીની અંદર રોડ-રસ્તાઓ પાલીસ કરે  રોડ સાઇડમાં બ્લોક નાખે, જનતાને  હરવા ફરવા માટે ડેમો બનાવવા કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. તેનો અમને વાંધો નથી. પરંતુ સરકારની દીર્ઘ દ્રષ્ટીના અભાવના કારણે પ૯૬ ગામના ખેડૂતોની જીવાદોરી એવા નાના મોટા હજારો ચેક ડેમો રીપેરીંગ કરવા, ઊંડા ઉતારવા, આ સરકાર પાસે સમય અને પૈસા નથી જેનાથી આખી જીવ સૃષ્ટિને લાભ થતો હોય છે.

રાજકોટ જીલ્લામાં પ૯૬ ગામના સરેરાશ દર વર્ષે ગામ પ્રતિ ૧ પણ ચેક ડેમ રીપેર તેમજ ઉંડુ થાતું નથી. સિંચાઇ વિભાગ દ્વારા દર વરસે જેટલા ડેમો રીપેરીંગ કરવામાં આવે છે તેનાથી વધુ તો તુટી જાય છે. ૩ વર્ષથી ભારતીય કિસાન સંઘ દ્વારા રીપેરીંગ  કરવાની માગણી કરેલા ડેમો પણ પુર્ણ કરેલા નથી. સિંચાઇ વિભાગ ડેમો ઊંડા ઉતારવામાં સક્ષમ નથી પરંતુ ખેડૂતો સ્વ ખર્ચે પણ ઊંડા ઉતારવા માંગે છે. ત્યારે પણ મંજૂરી માટે ઓફીસોના ધકકા ખવડાવે છે.

ગયા વખતે ૪૮ર માંથી માત્ર ૪ર જ કામો થયા છે, રાજકોટ જીલ્લામાં ૩ હજાર ચેક ડેમો તૂટેલા છે. એ અંગે કોઇ ઉકેલ નથી તેવી પણ રજૂઆતો કરાઇ હતી.

આવેદન પત્ર દેવામાં ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઇ સખિયા, રમેશભાઇ ચોવટીયા, પ્રભુદાસભાઇ મણવર, મનોજભાઇ ડોબરીયા, જીવનભાઇ વાછાણી, ભરતભાઇ પીપળીયા, વિઠલભાઇ બાલધા, રતિભાઇ ઠુંમર, મધુભાઇ પાંભર,  વિગેરે જોડાયા હતાં.

(3:06 pm IST)