Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

હરિચરિત્રામૃતસાગર ગ્રંથને ગિનિસ બુકમાં સ્થાન : કુંડળધામ મંદિરની અનેરી સિધ્ધી

રાજકોટ, તા. ૧ :  સદ્ગુરૂ આધારાનંદ સ્વામી રચિત હરિચરિત્રામૃતસાગર ભગવાન સ્વામિનારાયણ જીવનચરિત્રો ધરાવતો હિન્દી ભાષાનો સૌથી મોટો ગ્રંથ છે. આ ગ્રંથમાં કુલ ર૯ પૂર, ર૪૦૯ તરંગ અને ૧,૦ર,પ૬૪ દોહા-ચોપાઇઓ છે.

સ્વામિનારાયણ મંદિર કુંડળધામના જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા સંશોધિત ભારતીય સંસ્કૃતિ, રાષ્ટ્રીય ભાષા અને શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયનો અજોડ ગ્રંથ હરિચરિત્રામૃતસાગર છે તેની જાણ  ગિનિસ વર્લ્ડ રેકોર્ડસને થતા તેમણે જ્ઞાનજીવનદાસજી સ્વામીના આવા અદ્ભૂત કાર્યને ગિનિસ વર્લ્ડ રેકોર્ડસમાં Thickest Book Published નામે સ્થાન આપ્યું છે અને સદ્ગુરૂ જ્ઞાનજીવનદાસજી સ્વામીને સન્માનિત કર્યા છે. ભગવાન સ્વામિનારાયણનાં જીવનચરિત્રો અને ઉપદેશોને પ્રોત્સાહિત કરવા અને જનકલ્યાણ હેતુથી આ રેકોર્ડ સર્જવામાં આવ્યો છે.

(2:59 pm IST)