Gujarati News

Gujarati News

News of Saturday, 1st February 2020

શહેરમાં આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બનાવવા નવા ૭ અધિકારીઓની ટીમ

રાજકોટ :  રાજકોટ મહાનગરપાલિકા અત્યંત સંવેદનશીલ અભિગમ અપનાવી શહેરીજનોના સ્વાસ્થયની કાળજી લેતાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધુ વિસ્તારવાનું આયોજન ધરાવે છે. શહેરમાં આરોગ્ય સેવાઓલક્ષી માળખાકીય સુવીધાઓ ઉપલબ્ધ છે. હવે તેમાં જરૂરી અવોે વધારાનો સ્ટાફ પણ આવનાર હોય આરોગ્ય સેવાઓ જરૂરીયાતમંદ નાગરીકો સુધી સરળતાથી પહોંચી શકશે. આ માટે નવા શહેરી આરોગ્ય કેન્દ્રો બનાવવા ઉપરાંત અન્ય એક મહત્વપૂર્ણ કદમ રૂપે જીલ્લા પંચાયતની માફક રાજકોટ મહાનગરપાલિકામાં વધારાનું નવું સેટ-અપ ઉભુ કરવા રાજય સરકારશ્રીને અનુમતિ મળેલ હોય આરોગ્ય શાખામાં નવા સેટ-અપમાં કુલ ૦૭ નવા અધિકારીઓ સામેલ થશે જેમાં

(૧) સી.ટી.બી. ઓફીસર,(ર)સીટી ઓફીસર,(૩) કોર્પોરેશન એપીડેમિક ઓફીસર, (૪) કોર્પોરેશન ટ્રેનીંગ ઓફીસર, (૫) કોર્પોરેશન અમ.જી.ડી., (૬) ડેપ્યુટી હેલ્થ ઓફીસર-૦૩ જગ્યા, (૭) એડમિનીસ્ટ્રેશન ઓફીસર, પબ્લિક હેલ્થનો સમાવેશ થાય છે.

(3:22 pm IST)