Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

રાજકોટને રીવર ફ્રન્ટની ભેટ મળવાની દિશામાં વિજયભાઇ રૂપાણીનો મહત્વનો નિર્ણય

ગાંધીનગર, તા., ૧:  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ મહાનગરને રીવર ફ્રન્ટની ભેટ મળવાની દિશામાં એક મહત્વપુર્ણ  નિર્ણય કર્યો છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ મહાનગર પાલીકાને આજી-૧ ડેમથી આજી ડેમ-ર ના ઉપવરાસમાં બેડી ગામ પાસેથી પસાર થતા ૧પ૦ ફુટ રીંગ રોડ સુધીનો ૧૧ કિ.મી. જેટલો વિસ્તાર આજી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે સોંપવાનો નિર્ણય કર્યો છે.

અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે આજી રીવર ફ્રન્ટ રીડેવલપમેન્ટની આ કામગીરી મહાનગર પાલીકા દ્વારા હાથ ધરાતા રાજકોટના નગરજનોને પ્રવાસન પર્યટન આનંદ પ્રમોદનું જોવા-ફરવા લાયક નવતર નજરાણુ પ્રાપ્ત થશે.

(6:45 pm IST)