Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

નામચીન ટબુડી અને મરચો વિરૂધ્‍ધ વધુ ત્રણ લૂટના ગુના

માલવીયાનગર પોલીસે બંને શખ્‍સોએ સવાલાખના ચેઇનની ચીલઝડપ કર્યાની ત્રણ ફરિયાદ દાખલ કરી

રાજકોટ તા.૧: માલવીયાનગર પોલીસે બેદિવસ પહેલા બે શખ્‍સોને પકડી રર જેટલી ચીલઝડપનો ભેદ ઉકેલ્‍યો છે.મળતી વિગત મુજબ માલવીયાનગર પોલીસ મથકના ડીસ્‍ટાફના પીએસઆઇ ધામા તથા હેડકોન્‍સ. શહીદભાઇ, ઇન્‍દુભા, સહિતે નામચીન કુબલીયા પરા શેરી નં.૫નો શક્‍તિ ઉર્ફે ટબુડી વિનુભાઇ સોલંકી (ઉ.વ.૩૫) અને. ચુનારાવાડ મનહરપરાનો આકાશ ઉર્ફે મરચો હરીભાઇ બાબરીયાને પકડી લીધા હતા. પૂછપરછ દરમ્‍યાન બંનેએ રર જેટલી ચીલઝડપ કર્યાની કબુલાત આપી હતી. બંનેએ અંબાજી કડવા પ્‍લોટમાં લાતીબેન રાજેશભાઇ પિત્રોડા (ઉ.વ.૩૫)નો ર૫ હજારનો તથા નવલનગરમાં જમનાબેન નાથાભાઇ સોલંકીનો ૫૦ હજારનો તથા અંબાજી કડવા પ્‍લોટ મેઇન રોડ પર રમાબેન રાઘવજીભાઇ ઠુમ્‍મરનો ૫૦ હજારનો સોનાનો ચેઇનની લૂંટ કર્યાની કબુલાત આપતા પોલીસે બંને વિરૂધ્‍ધ  ત્રણ ફરિયાદ દાખલ કરી તપાસ આદરી છે.

(4:34 pm IST)