Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ટાટની પરીક્ષાનું નિઃશ્‍લુક માર્ગદર્શન

 રાજકોટઃ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની એજ્‍યુકેશન ફેકલ્‍ટી અને કેરીયર કાઉન્‍સેલીંગ એન્‍ડ ડેવલોપમેન્‍ટ સેન્‍ટર (સીસીડીસી)ના સંયુક્‍ત ઉપક્રમે છેલ્લા બે વર્ષથી બી.એડ.ના તાલીમાર્થીઓ અને શિક્ષકની નોકરી માટે જરૂરી ટેટ-ટાટ પરીક્ષાના તાલીમ વર્ગોનું આયોજન સી.સી.ડી.સી.ના માધ્‍યમથી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કેમ્‍પસ ઉપર કરવામાં આવે છે જેમાં ભાગ લેનાર છાત્રોને સામાન્‍ય જ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, ચાઇલ્‍ડ સાયકોલોજી, એજ્‍યુકેશનના વિવિધ કાયદાઓ વગેરે વિષયોની નિષ્‍ણાંત તજજ્ઞો મારફત ૯૦ થી ૧૦૦ કલાકની તાલીમ આપવામાં આવે છે જેના પરિણામ સ્‍વરૂપ છેલ્લી ત્રણ પરીક્ષાઓમાં તાલીમ મેળવેલા ૪૦ ટકા થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સફળતા મેળવી ૧૦૦ થી વધુ છાત્રોએ સરકારી શાળાઓમાં શિક્ષક તરીકે નિમણુંક મેળવેલ છે. આગામી માસમાં રાજ્‍ય સરકારશ્રી દ્વારા યોજાનાર ટેટ-ટાટ પરીક્ષા માટે ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓને ત્રણ બેચમાં શનિ-રવિ કલાકની તાલીમ આપવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ અને અન્‍ય વિદ્યાર્થીઓ ઉપરોક્‍ત પરીક્ષામાં ૧૦૦ ટકા સફળતા મેળવે તે માટે પરીક્ષામાં સામાન્‍ય જ્ઞાન વિષય કે જેમાં ભૂગોળ, ઇતિહાસ, પર્યાવરણ, ઇકોનોમિકસ, બંધારણા વગેરે મુદાઓનું ૪૦ વેઇટેજ હોય છે તે માટે છાત્રોને વિનામૂલ્‍યે સઘન તાલીમ આપવા નડિયાદના અનુભવી જનરલ સ્‍ટડીઝના નિષ્‍ણાત પ્રફુલ્લભાઇ ગઢવી મારફત ૪૫૦ થી વધારે વિદ્યાર્થીઓને નિઃશુલ્‍ક સવારે ૯ થી સાંજેના ૬ વાગ્‍યા સુધી તાલીમ આપવામાં આવેલ હતી. કાર્યક્રમમાં કુલસચિવ ડો.ધીરેનભાઇ પંડયા, જાણીતા શિક્ષક ડો.પ્રતિકભાઇ મહેતા, સી.સી.ડી.સી. કોર્ડિનેટર ડો. નિકેશ શાહ ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરેલ હતા. કાર્યક્રમને સફળ બનાવવા સર્વ શ્રી સુમિતભાઇ મહેતાચિરાગભાઇ તલાટીયા, આશિષભાઇ કીડીયા, હિરાબેન કીડીયા, કાંતીભાઇ જાડેજાએ જહેમત ઉઠાવેલ હતી

(4:33 pm IST)