Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ભ્રમરગીત રસામૃત કથા : દાતાઓ- સેવકોનું ઉપરણો ઓઢાડી સન્‍માન

રાજકોટ : દ્વારકેશ ગ્રુપ તથા સમન્‍વય ફાઉન્‍ડેશન દ્વારા ૧૫૦ ફુટ રોડ પર નુતન હવેલી નિર્માણ અર્થે યોજાયેલ ભ્રમરગીત રસામૃત કથામાં હોલી રાસીયા ફુલફાગ ઉત્‍સવમાં વૈષ્‍ણવોએ ફુલોની બૌચ્‍છાર વરસાવી ઉમંગ વ્‍યકત કર્યો હતો. કમલેશભાઇ બાંગાવાળા અને ભાવેશભાઇ વાવડીયાની ઢાઢી લીલાએ પણ સૌના મન મોહી લીધા હતા. લોકસાહિત્‍ય અને હસાયરો  તેમજ આયર્વેદીક કેમ્‍પ સહીતના કાર્યક્રમો કથા દરમિયાન થયા હતા. પૂ.પા.ગો. શ્રી અભિષેક કુમાર મહારાજ (રોયલ પાર્ક હવેલી), પૂ.પા.ગો. શ્રી જયગોપાલલાજી મહોદય (પોરબંદર), પૂ.પા.ગો. શ્રી ગોપેશકુમારજી (રસકુંજ હવેલી), પૂ.પા.ગો. રસિકપ્રિયા વહુજી, પૂ.પા.ગો. શ્રી મુરલીકાબેટીજી (સાનિધ્‍ય હવેલી) વગેરેએ પધારી કથા શ્રવણનો લાભ લીધો હતો. દશ શ્‍લોકના ભ્રમર ગીતની કથાનું અહીં રસાળ શૈલીમાં વર્ણન કરાયુ હતુ. કથા સ્‍થળે દરરોજ વલ્લભ પરિવાર, ગૌચારણ લીલા, માખણચોરી લીલા, વિશ્રામઘાટ, ગીરીરાજજી સહીતના દર્શનો  ગોઠવવામાં આવ્‍યા હતા. વિવિધ દર્શનીય શોભા ભાગવતાચાર્ય ભાવેશભાઇ પંડયાએ કરી હતી. નૂતન હવેલી નિર્માણ માટે લાખેણા દાન આપનાર વિઠ્ઠલભાઇ જેઠાભાઇ ભાલાળા (સનરાઇઝ ઇન્‍ડ.), ડો. નૈમિષભાઇ રામેશભાઇ ધડુક (ગોંડલ), ગોરધનભાઇ વાલજીભાઇ ગજેરા, સુખાભાઇ કોરડીયા (એપલ બેસન), નટવરભાઇ જીવાભાઇ હરીયાણી, કાંતાબેન નરસીભાઇ બુટાણી પરિવાર, પોપટભાઇ ભાલાળા, રમેશભાઇ સોમૈયા, ગોરધનભાઇ વેકરીયા સર્વેને મોમેન્‍ટો, ઉપરણો ઓઢાડી પૂ.પા.ગો. શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીએ આશીર્વચનો પ્રદાન કરાવ્‍યા હતા. સમગ્ર સંચાલન ઉદ્દષોક તરીકે સેવા આપનાર શાષાી ભાવેશભાઇ પંડયાનું પણ આ તકે સન્‍માન કરાયુ હતુ. સમગ્ર આયોજનમાં સેવા આપનાર વૈષ્‍ણવો સર્વશ્રી વિઠ્ઠલભાઇ ભાલાળા, ગોરધનભાઇ ગજેરા, સુખાભાઇ કોરડીયા, રમણીકભાઇ કોરડીયા, રાજુભાઇ કોરડીયા, સંજયભાઇ કોરડીયા, માધવભાઇ ફીચડીયા, કૃષ્‍ણદાસ ફીચડીયા, ભરતભાઇ સંચાણીયા, લક્ષ્મણભાઇ સાવલીયા, બ્રિજેશભાઇ પટેલ, જયેશભાઇ પટેલ, ભાવીનભાઇ લાખાણી, નવનિતભાઇ ગજેરા, અતુલભાઇ બુસા, જેરામભાઇ વાડોલીયા, કાંતિલાલ ભૂત (સમન્‍વય), વજુભાઇ બુસા, નંદલાલભાઇ બુસા, ધીરૂભાઇ ભેંસાણીયા, વિઠ્ઠલભાઇ ધડુક, ડો. કે. એમ. જોષી, અમૃતલાલ કણસાગરા, વિરજીભાઇ પરસાણા, કીરીટભાઇ રોજીવાડીયા, સાવનભાઇ ધડુક, ભરતભાઇ ભાલાળા, અરવિંદભાઇ પાટડીયા, માનસીબેન ભાલાળા, ડોલીબેન ભાલાળા વગેરેનું મોમેન્‍ટો આપી ઉપરણો ઓઢાડી સન્‍માન કરાયુ હતુ.

(4:32 pm IST)