Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

પદમાવત ફિલ્‍મના વિરોધમાં સહકાર આપનારનો આભાર માનતી કરણી સેના

રાજકોટ તા. ૧: રપમી જાન્‍યુઆરીના રોજ રાજપુત સમાજની લાગણીને ઠેસ પહોંચાડતી ફિલ્‍મ પદમાવતના રીલીઝના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવેલ. આ ફિલ્‍મ સમગ્ર હિન્‍દુ સમાજની લાગણી ન દુભાય તે આશયથી સમગ્ર ગુજરાતમાં આ ફિલ્‍મ રીલીઝ કરવા પર સ્‍વૈચ્‍છિક પ્રતિબંધ રાખેલ. જે બદલ શ્રી રાષ્‍ટ્રીય રાજપુત કરણી સેના સમગ્ર હિન્‍દુ સમાજ વતી ગુજરાત સરકારના સફળ પ્રયાસોને આવકારે છે અને આભાર વ્‍યકત કરે છે. બંધમાં રાજકોટ શહેરના સર્વ સમાજ, વેપારી ગણ અને શહેરના નાગરિકો તેમજ સમસ્‍ત મલ્‍ટી સ્‍ક્રીન ઓનર અને એશોસીએશન તેમજ સિંગલ સ્‍ક્રીન ઓનર અને એશોસીએશને જોડાઇને બંધને સફળ બનાવવામાં અનેરો સહયોગ આપેલ છે. તેમજ રાજકોટની કોમી એખાલસતાનો અનેરો પરિચય આપેલ છે. આથોી બંધમાં જોડાયેલ સર્વ સમાજ અને સમાજના આગેવાનો તથા શહેરીજનોનો રાજપુત સમાજ (કારડીયા રાજપુત સમાજ, નાડોદા રાજપુત સમાજ, ગુર્જર રાજપુત સમાજ, રાજસ્‍થાન રાજપુત સમાજ તથા મારૂ રાજપુત સમાજ), શ્રી ગુજરાત રાજપુત ક્ષત્રિય સંગઠન આભાર વ્‍યકત કરે છે.

રાટ્રીય રાજપુત કરણી સેના વતી શ્રી ચંદુભા પરમાર-ઉપાધ્‍યક્ષ-ગુજરાત, જોગેન્‍દ્રસિંહ ચંપાવત-ઉપાધ્‍યક્ષ-ગુજરાત, શ્રી ભાવસિંહ ડોડીયા-હોટલ શિવશકિત જામનગર રોડ, મહામંત્રી-ગુજરાત, શ્રી હિતેન્‍દ્રસિંહ ડોડીયા-અધ્‍યક્ષ-સૌરાષ્‍ટ્ર પ્રાંત, શ્રી મનોજસિંહ ડોડીયા-ઉપાધ્‍યક્ષ-સૌરાષ્‍ટ્ર પ્રાંત, શ્રી બલદેવસિંહ સિંધવ-પ્રભારી સૌરાષ્‍ટ્ર પ્રાંત, શ્રી યુવરાજસિંહ ડોડીયા-અધ્‍યક્ષ રાજકોટ શહેર, શ્રી મૌલિકસિંહ વાઢેર-ઉપાધ્‍યક્ષ-રાજકોટ શહેર, શ્રી મહિપતસિંહ ખેર-ઉપાધ્‍યક્ષ-રાજકોટ શહેર, શ્રી જયદિપસિંહ ભાટી-ઉપાધ્‍યક્ષ-રાજકોટ શહેર, વિરેન્‍દ્રસિંહ સિંધવ-ઉપાધ્‍યક્ષ-રાજકોટ, શ્રી યોગરાજસિંહ તલાટીયા-અધ્‍યક્ષ-વિધાનસભ્‍ય-૬૯ વિ.એ આભાર માને છે.

 

(4:30 pm IST)