Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

દિકરાનું ઘર વૃદ્ધાશ્રમની મુલાકાતે મોઢ વણીક સમાજના આગેવાનો

રાજકોટ : મોઢ મહોદયના પ્રમુખ, મંત્રી-તંત્રી તથા કારોબારી સભ્‍યો સમર્પણ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી વૃદ્ધાશ્રમ, ઢોલરાની મુલાકાતે સંસ્‍થાના સ્‍થાપક મુકેશભાઈ દોશીના નિમંત્રણને માન આપી આવ્‍યા હતા. હર્ષદભાઈ શાહ (અમદાવાદ), સંસ્‍થાના પ્રમુખ દિલીપભાઈ ધોળકીયા (સિંહોર), યોગેશભાઈ વડોદરીયા (બરોડા), સુનિલભાઈ પારેખ (ભાવનગર), કિરીટભાઈ પટેલ (રાજકોટ), કિરેનભાઈ છાપીયા (રાજકોટ), હસુભાઈ શાહ, ઢસાથી સુરેશભાઈ ગાંગડીયા તેમજ જસદણથી જગદીશભાઈ ભાડલીયાનું મુકેશ અનુપમ દોશી, સુનિલ વોરા, નલીન તન્‍નાએ સ્‍વાગત કરેલ. વૃદ્ધાશ્રમની પ્રવૃતિઓથી માહિતગાર કરતા સંસ્‍થાના દ્વારે મૂકવામાં આવેલ શ્રવણની પ્રતિકૃતિ, સ્‍વાગત ક્‍ક્ષ ઓફીસમાં ગૃહપતિ નિવાસસ્‍થાન, વડીલોને રહેવા માટેના થ્રી સ્‍ટાર હોટલ સમક્‍ક્ષ રૂમ, એકી સાથે ૫૪ વડીલો જમવા બેસી શકે તેવું ભોજનાલય, અન્‍નપૂર્ણા વિભાગમાં કીચન, સ્‍ટોર રૂમ, ગાર્ડન, ભારતમાતાની પ્રતિમા, ગણપતિ મંદિર, દયાન કુટીર, વડીલો ધાર્મિક પુસ્‍તકોનું વાંચન કરી શકે તે માટે પુસ્‍તકાલય, કેરમ, ચેસ, ચોપાટ સહિતની ઈન્‍ડોર ગેઈમ રમી શકે તે માટેનું રીક્રીએશન રૂમ, ભોળાનાથનું મંગળેશ્વર મહાદેવ મંદિર, ફુવારો તેમજ ૪૫ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ઓડીટોરીયમ, ગેસ્‍ટ રૂમ સહિતની સુવિધાથી માહિતગાર કરેલ. વૃદ્ધાશ્રમના સલાહકાર સમિતિના સભ્‍ય અને દાતા રસીકભાઈ મહેતાનું દુઃખદ અવસાન થતાં તેઓની સ્‍મૃતિમાં બે મીનિટનું મૌન પાળી સદ્દગતને શ્રદ્ધાસુમન આપવામાં આવેલ. આ પ્રસંગે દિપકભાઈ ધોળકીયાએ સંસ્‍થાની વ્‍યવસ્‍થા જોઈ પ્રસન્‍ન વ્‍યકત કરી હતી. સાથોસાથ નવી પેઢીને ભારતીય સંસ્‍કૃતિ વિરૂદ્ધનું આ કામ છે.  વૃદ્ધાશ્રમની સંખ્‍યા દિન - પ્રતિદિન ઘટવી જોઈએ. એવી માર્મિક ટકોર કરી હતી. સંસ્‍થા દ્વારા થતી માવતરોની સેવાને દિપકભાઈએ બિરદાવી હતી. શ્રી હર્ષદભાઈએ જણાવ્‍યુ હતું કે અદ્દભૂત વ્‍યવસ્‍થા - લાગણીના સંબંધો આ દિકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં જોવા મળ્‍યા છે. સેવા શબ્‍દને ખરા અર્થમાં સાર્થક કર્યો છે. પમિીકરણના આંધળા અનુકરણ સામે યુવાન પોતાનું કર્તવ્‍ય ભૂલ્‍યો છે ત્‍યારે સમાજરૂપી આવા મુકસેવકોને ધન્‍યવાદ આપુ છું. આયોજનને સફળ બનાવવા અશ્વિનભાઈ પટેલ, સાવન ભાદરીયા, અરવિંદભાઈ શાહ, ધર્મેશ જીવાણી, કાશ્‍મીરા દોશી, કલ્‍પના દોશી, પ્રીતિ વોરા, રૂપા વોરા, કલાબેન પારેખ, ગીતાબેન પટેલ, ડો. પ્રતિક મહેતા, ડો. હાર્દિક દોશી, આશીષ વોરા સહિતનાએ પણ વ્‍યવસ્‍થા સંભાળી હતી.

(4:29 pm IST)