Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

વેલેન્‍ટાઈન-ડેને વેલકમ કરવા યુવાનો માટે ‘દેશી દુકાન-એ ટી-શર્ટ લોન્‍જ'નું નવલુ નજરાણું

જીજે-૩ અમે રાજકોટીયન, હા મોજ હા જેવા યુવાનોને ગમતા ટી-શર્ટ મળશે : શનિવારથી શોરૂમનો પ્રારંભ : ભાઈ ભાઈ ફેમ અરવિંદ વેગડા મનોરંજન પીરસશે

રાજકોટ, તા. ૧ : રંગીલા રાજકોટની યુવા પેઢી હંમેશા કંઈક નવું અને કંઈક અલગ શોધતી રહેતી હોય છે. શાળા કોલેજમાં અભ્‍યાસ કરતા યુવાનો અને યુવતીઓને ગમે અને ખાસ તો કંઈક ક્રિએટીવ લખાણ અને ગુજરાતી લખાણ સાથેના ટી-શર્ટને ધર્મેશ વ્‍યાસે પોતાના ઓનલાઈન સ્‍ટોર પર ઘેલુ લગાડેલુ છે, અને આ જ લોકપ્રિયતા અને ડીમાન્‍ડને વેગ આપવા રાજકોટમાં ‘દેશીદુકાન - એ ટીશર્ટ લોન્‍જ'ના નામથી પ્રિમીયર કવોલીટી ટી-શર્ટનું પ્રથમ ક્રિઓસ્‍ક કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્‍ટલ મોલમાં તા.૩ના શનિવારે સાંજે ૫ થી ૭ શરૂ કરવા જઈ રહ્યા છે. આ પ્રસંગે અરવિંદ વેગડા અને પ્રેમ ગઢવી મનોરંજન પીરસશે.

ગુજરાતી રંગમંચ અને ગુજરાતી સંગીતમાં ખૂબ જ લોકપ્રિય ‘‘જબરા ફેન ગુજરાતી'' અને ‘‘ભલા મોરી રામા'' ફેઈમ અરવિંદભાઈ વેગડાના હસ્‍તે જયારે આ ટી-શર્ટ લોન્‍જનું ઉદ્દઘાટન થઈ રહ્યુ છે ત્‍યારે આવા જ બીજા ગુજરાતી ફિલ્‍મોના સ્‍ટાર એટલે કે પ્રેમગઢવી કે જેમને મોર બની થનગાટ કરે અને પોલમપોલ જેવા લોકપ્રિય ગુજરાતી ફિલ્‍મોમાં લીડ એકટર તરીકે ભૂમિકા ભજવેલી.

આ ટીશર્ટની ડિઝાઈન ગુજરાતી થીમ ઉપર છે. ટીશર્ટ લોન્‍જ ગુજરાતમાં ચાલુ કરી રહ્યા છીએ ત્‍યારે ગુજરાતી સેલીબ્રીટી વગર આ ઉદ્દઘાટન અધુરૂ ગણાય અને એટલે જ ગુજરાતી સિનેમા સાથે જોડાયેલ સેલીબ્રીટીઝને આ પ્રસંગે આમંત્રણ અપાયુ છે.

વેલેન્‍ટાઈન ડે નજીક આવી રહ્યો છે ત્‍યારે ધર્મેશ વ્‍યાસ અને દેશીદુકાન ટીમનું માનવુ છે કે રાજકોટના યુવાનોને આ નવો કન્‍સેપ્‍ટ અને એમના પ્રિમીયમ કવોલીટી ટીશર્ટ ખૂબ જ પસંદ આવશે. દેશીદુકાન ટીશર્ટ લોન્‍જના અમુક પોપ્‍યુલર ટીશર્ટ જેવા કે હમણા કડકી ચાલે છે તું તારૂ કર, ભગવાન ભરોસે, જીજે-૩ અમે રાજકોટીયન, હા મૌજ હા વગેરે પહેલેથી જ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી. આ પ્રકારના ટીશર્ટની રેન્‍જ રૂા. ૩૦૦ થી ૫૦૦ રાખવામાં આવી છે.  તસ્‍વીરમાં ધર્મેશ વ્‍યાસ (મો.૯૯૭૯૦ ૩૫૯૩૭) અને રોહન રાંકજા નજરે પડે છે.

(4:28 pm IST)