Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

પ.પૂ. આ શ્રી યશોવિજયજી મ.સા.ની પ્રેરણાથી

૧૦૮ પ્રાર્શ્‍વનાથ પ્રભુજીની પુજા સંપન્ન કરતું મહેતા દંપતિ

 રાજકોટઃ તા.૧, પરમપુજય આચાર્ય શ્રી યશોવિજયી મહારાજસાહેબનાં આર્શીવાદ અને પ્રેરણાથી જીવદયા કાર્યકર અશોકભાઇ પ્રવિણચંદ મહેતા અને આશાબેન અશોકભાઇ મહેતા દ્વારા ૧૦૮ પ્રાશ્‍વનાથની જાત્રા અલગ અલગ રાજયોનાં ૧૦૮ જેટલા દેરાસરે જઇ  દોઢ વર્ષમાં પૂર્ણ કરવામાં આવેલ જેમાં મુખ્‍યત્‍વે બીહાર, છતીશગઢ, ગુજરાત, મભ્‍યપ્રદેશ, મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાન ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે. જેમા અલગ અલગ રાજયોમાં કુલ મળીને ૧૦૮ પ્રાશ્‍વનાથ ભગવાન નાં દેરાસર કે જેના મુળસ્‍થાનક છે  ત્‍યાં રૂબરૂ જઇ સેવા પુજા તથા અષ્‍ટમંગલકારી પુજા કરવામાં આવેલ છે. અશોકભાઇ મહેતા હાલમાં ચશ્‍માના વ્‍યવસાય સાથે આશીષ ઓપ્‍ટીકલની પેઢી છેલ્લા ૩૨ વર્ષથી સંભાળી રહયા છે. તેમના ધર્મપત્‍નિ આશાબેન ગૃહિણી છે. તેમના પુત્ર ધીમંતભાઇ તથા તેમના ધર્મપત્‍નિ તોરલબેન પણ જૈન ધર્મના દરેક સિંધ્‍ધાતોને આચરણમાં મુકી પાળી રહયા છે. પરિવારના દરેક સભ્‍ય દ્વારા દરરોજ સવારે નિત્‍યકર્મ સેવા પુજા તથા અષ્‍ટમંગલ કારી પુજા કરવામાં આવે છે. અશોકભાઇ તથા આશાબેન ચોમાસાના સાડા ચાર મહિના બેસણા પણ કરે છે. તેમજ  આયબીંલની ઓળી પણ ચુકતા નથી. આશાબેન, ધીમંતભાઇ, તોરલબેન છેલ્લા ૭ વર્ષથી ચોવીહાર કરી રહયા છે.

 તેમજ ધીમંતભાઇ તથા તોરલબેન દ્વારા એવો નિયમ લેવામા આવ્‍યો છે કે લગ્ન પ્રસંગે પાર્ટી પ્‍લોટમાં જયાં લીલોતર હોય ત્‍યાં લીલા ઘાસ એટલે કે લોનમાં જવાની પણ બાધા છે. તેમજ લીફટ નો પણ ઉપયોગ કરતા નથી. અશોકભાઇની મોટરમાં હરહંમેશ માટે સાધુ સાધ્‍વીઓની વૈચાવચ્‍ચ માટેના જરરૂ ઉપકરણો હોય છે. વર્ષમાં એક વખત  સંઘજમણનો પણ તેમનાં દ્વારા લાભ લેવામાં આવે છે. અશોકભાઇ મહેતા લગ્નતીથી, જન્‍મદિવસ કે પછી પરિવારમાં પોતાના સ્‍વજનોની પુણ્‍યતિથી પ્રસંગે જીવો બચાવવાની કામગીરી, ગાયોને લાડવા તેમજ ખોળ ખવડાવવા, કુતરાને રોટલો અને દુધ આપતો વગેરે જેવી જીવદયા ની પ્રવૃતિ પણ કરી રહયા છે. આ સ્‍તૃત્‍ય કાર્ય માટે અશોકભાઇ મહેતા (૯૩૭૪૧૨૫૮૨૦) તથા ધીમંતભાઇ મહેતા (૮૧૪૧૮૪૧૮૧૮) તેમજ પરીવાર જનો પર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(5:16 pm IST)