Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

મ્‍યુ. કોર્પોરેશનનું બજેટ પ્રજાની કમ્‍મર તોડી નાંખશે : દિવા સ્‍વપ્‍નો બંધ કરો : મનીષાબા

રાજકોટ, તા. ૧ : મ્‍યુ. કોર્પોરેશનનું વર્ષ ર૦૧૮-૧૯નું બજેટ પ્રજાની કમ્‍મર તોડી નાખશે માટે શાસકોએ ખોટા દિવાસ્‍વપ્‍નો દેખાડવાને બદલે પ્રજાને પ્રાથમિક સુવિધા આપનારૂ બજેટ આપવું જોઇએ તેવું સુચન શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ મનીષાબા વાળાએ કર્યું છે. મનીષાબા વાળાએ એક નિવેદનમાં જણાવ્‍યું છે કે, રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટે માત્ર વેરા વધારા પર ધ્‍યાન કેન્‍દ્રીત કર્યું છે. કોઇ મહત્‍વના પ્રોજેકટનો સમાવેશ કરવામાં આવેલ નથી. ૪૪ કરોડના કરબોજ વાળુ બજેટ પદાધિકારીઓને આપવામાં આવેલ છે. પાણીની સુવિધા પૂરી થયેલ નથી. ચૂંટણીના સમયમાં ચોવીસ કલાક પાણી આપવાનું વચન એક બાજુ છે. અહીં પૂરતું ૩૦ મીનીટ પણ પાણી આપવામાં આવતુ નથી. બજેટમાં પાણીવેરો બમણો કરી દેવામાં આવેલ છે. વાહનવેરો ૧%ની જગ્‍યા ર.પ% કરવામાં આવ્‍યો છે જે ગેરવ્‍યાજબી છે. અંદાજપત્ર રજૂ થતાં પબ્‍લીકને રાહત મળવાની જગ્‍યાએમુશ્‍કેલી ઉભી થશે. આથી જુદા જુદા સ્‍વપ્‍ના દેખાડીને પબ્‍લીકને ગેરમાર્ગે દોરવું એ યથાયોગ્‍ય નથી. છેલ્લા ૬ વર્ષથી દેખાડાતા સપના ફરીવાર બજેટમાં રીપીટ કરવામાં આવેલ છે. ત્‍યારે પબ્‍લીકને રાહત થાય તેવું બજેટ સરકારે આપવું જોઇએ.

(4:27 pm IST)