Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

કેન્દ્રીય બજેટ ગરીબ માટે આશિર્વાદ સમાનઃ ઉપાધ્યાય-પટેલ

નાણામંત્રી અરૂણ જેટલીનાં બજેટને આવકારતાં મેયર-સ્ટેન્ડીંગ ચેરમેન

         રાજકોટ,તા.૧: આજે રજૂ થયેલ કેન્દ્રીય બજેટને મેયર ડો.જૈમન ઉપાધ્યાય અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે આવકારી અને આ બજેટ ગરિબો માટે આશિર્વાદ સમાન હોવાનો પ્રતિભાવ દર્શાવ્યો છે.

 મેયર અનુ સ્ટેન્ડિગ કમિટી ચેરમેનની સયુંકત યાદી મુજબ આજ રોજ ભારત સરકારનાનાણામંત્રી અરૂણ જેટલીએ રજુ કરેલ સને.૨૦૧૮-૨૦૧૯નું બજેટ દેશવાસીઓ માટે સુખાકારીનું રહેશે. આજ રીતે રેલ્વેના વિકાસ માટે પણ પૂરતું બજેટ ફાળવવામાં આવેલ છે. ખાસ કરીને ગરીબ વર્ગના દર્દીઓ માટે આરોગ્ય લક્ષી સેવા આદિજાતિના લોકોને વધુમાં વધુ રોજગારી મળે, અનુસુચિત જાતિના લોકોના વિકાસ અને શિક્ષણ માટે પુરતો પ્રયાસ કરેલ. તેમજ યુવાનોને નોકરી મળે તે બાબતની જોગવાઇઓ આવકર દાયક છે.

આરોગ્ય ક્ષેત્રે મોટી ગરીબ દર્દીઓ માટે ૬૦૦ કરોડની યોજના, ૪૦% હેલ્થ પોલીસી, ૧૦ કરોડ પરિવારો માટે રૂ.૫ લાખનો પ્રતિ પરિવાર વીમા, ૨૪ સરકારી મેડીકલ કોલેજ ખુલશે, નવી મહિલા કર્મચારીઓ માટે PF કાપ ૮ ટકા, ૧૮ આર્કિટેક કોલેજો ખુલશે, .૫ લાખ સ્વાસ્થ્ય કેન્દ્રો ખુલશે, બાળ આરોગ્ય સેવા માટે ૧૨ હજાર કરોડ જેવી જંગી ફાળવણી વગેરે જોગવાઇઓ ધ્યાનાકર્ષક છે.

    જયારે ખેડૂતો માટે ખેડૂતોને ખરીદ પાકનું સમર્થન મુલ્યનું ઉત્પાદન ખર્ચ થી દોઢ ગણું આપવા, નવી ગ્રામીણ બજાર ઈ-નેમ બનાવવાનું, તમામ પાક માટે ન્યુનતમ સમર્થન મુલ્ય, ખેડૂતોને લોન માટે ૧૧ હજાર કરોડનું ફંડ, બટેટા, ટામેટા, અને ડુંગળી માટે ઓપરેશન ગ્રીનની સ્થાપના થશે. ૫૦૦ કરોડની ફાળવણી, પશુપાલકોને પણ કિશાન ક્રેડીટ કાર્ડ મળશે વગેરે ખેડુતોને વધુ સમૃધ્ધ બનાવાશે.

આ ઉપરાંત ૭૦ લાખ નવી નોકરી, ૫૦ લાખ યુવાઓને રોજગારી, પ્રી-નર્સરી થી ધો.૧૨ સુધી એક જ પોલીસી શિક્ષણ, ૪ કરોડ દ્યરને ફ્રી વીજ કનેકશન, ૭ કરોડ મહિલાઓને મફત ગેસ કનેકશન સહિત વગેેરે દેશનાં વિકાસને વેગ આપશે.

રેલ્વે વિકાસ માટે ૧ લાખ ૪૮ હજાર કરોડની ફાળવણી, માનવ રહિત રેલ્વે ફાટક બનાવશે. ૬૦૦ રેલ્વે સ્ટેશનનો વિકાસ, મુંબઈમાં લોકલ ટ્રેનનો વધારો કરાશે, ૭૦૦ નવા રેલ્વે એન્જીનની જોગવાઇઓ પણ આવકાર્ય છે.

આમ, દેશના નાણામંત્રી દ્વારા દેશનો સર્વાંગી વિકાસ થાય તેવું બજેટ  છે તેમ બંન્ને પદધિકારીઓએ જણાવેલ છે.

(4:12 pm IST)