Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

લંડનની લીટલ ડાલિઁગ ચાઇલ્ડ કેર સંસ્થા રાજકોટની સ્કૂલ સાથે કોલોબ્રેશન કરશે

મોટેલ ધ વિલેજના સ્વ.કાકુભાઇ પોપટના સુપુત્રી દર્શનાબેન તથા જમાઇ સંજયભાઇ મોરઝારિયા BBC સહિતની ચેનલોમાં ચમકયાઃ યુકેની ચાઇલ્ડકેર નીતિ અંગે ઇન્ટરવ્યૂ આપ્યા

સંજયભાઇ મોરઝારિયા સાથે રચિતભાઇ  પોપટ અને તરંગભાઇ નજરે પડે છે.

રાજકોટ, તા., ૧: યુકે-લંડનમાં ધમધમતી સંસ્થા લીટલ-ડાર્લીગ ચાઇલ્ડ કેર રાજકોટની શૈક્ષણીક સંસ્થા સાથે કોલોબ્રેશન કરી રહી છે. આ માટે ચિંતન-મંત્રણાનો દોર ચાલે છે.

લીટલ ડાર્લીંગ ચાઇલ્ડ કેરના સંચાલક સંજયભાઇ મોરઝારીયા આજે અકિલાની મુલાકાતે આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતુ કે, શૈક્ષણીક મુલ્યોના આદાન-પ્રદાન માગે કોલોબ્રેશન-વિધિ ગતીમાં છે.

સંજયભાઇ લંડનમાં ૯ વર્ષથી નર્સરી ચલાવે છે. તેઓ બે દાયકાથી યુકેમાં સ્થાયી થયા છે. તેઓની સંસ્થા લીટલ ડાર્લીગ ચાઇલ્ડ કેર યુકેની પ્રિ-સ્કુલ લર્નીગ એલાયન્સ સાથે જોડાયેલી છે. આ એલાયન્સમાં ૧૪૦૦૦ નર્સરીઓ સામેલ છે.

સંજયભાઇ મોરઝારીયા રાજકોટના મોટલ ધ વિલેજ રિસોર્ટના સ્વ. કાકુભાઇ પોપટના જમાઇ છે. સ્વ. કાકુભાઇના સુપુત્રી દર્શનાબેન અને તેમના જીવનસાથી સંજયભાઇ તાજેતરમાં બીબીસી સહીતની ન્યુઝ ચેનલમાં ચમકયા હતા.

રાજકોટની દિકરી દર્શના સંજય મોરઝારીયાએ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકોટનું નામ રોશન કરેલ છે દર્શનાબેન મોરઝારીયા લંડન (યુ.કે.) ખાતે ''લિકેલ ડોંર્લિગ ચાઇલ્ડ કેર'' નામની સંસ્થા ચલાવે છે. જેમાં બાળકોની નાની નાની બાબતોની કાળજી લઇ તેમના સર્વાગી વિકાસ માટે સતત પ્રપ્તનશીલ રહે છે.

યુ.કે. સરકાર ''ચાઇલ્ડકેર''ની બાબતે ખુબજ કાળજી લે છે બાળકો માટે તેમના હેલ્થકેર-એજ્યુકેશન-સર્વાગી વિકાસ માટે અલગ અલગ યોજનાઓ બનાવે છે. તેને અમલમાં મુકે છે પરંતુ તે યોજના જમીનસ્તરે જોઇએ એટલી સફળ થતી નથી બાળકોનો જોઇએ તેટલો વિકાસ થતો નથી. તો આ યોજનાઓ કેમ બાળકો સુધી નથી પહોંચતી? એમાં શુ સમસ્યાઓ છે? તેમાં અમલમાં શુ તકલીફ પડી રહી છે? તે બાબતોની ચર્ચા કરવા અને કઇ સમસ્યાઓ વિધ્ન ઉત્પન્ન કરી રહી છે. તેના માટે દર્શનાબેનને આંતરાષ્ટ્રીય ચેનલ BBC.-Channal-5- અને SKY TVએ    ચર્ચા કરવા માટે સમગ્ર U.K. માંથી પસંદ કરેલ અને તે તથા તેમના પતિ શ્રી સંજય મોરઝારીયાનો ઇન્ટરવ્યુ આંતરરાષ્ટ્રીય સ્તરે ટેલીકાસ્ટ થયેલ જે લાખો લોકોએ જોયેલ અને તેમને એપ્રીસીયેટ કરેલ. દર્શનાબેન તથા સંજયભાઇ ''લિટલ ડોર્લિગ ચાઇલ્ડકેર'' ના માધ્યમથી આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકોટનું નામ રોશન કરેલ છે.

તેમનાં ચાઇલ્ડ કેરની મહત્વની ખાસીયત એ છે કે, તેમનાં ''લિટલ ડોલિંગ ચાઇલ્ડકેર''માં પ્લાસ્ટીકનો ઉપયોગ ૦% છે. પ્લાસ્ટીકનો ઉપયોગ કયાંય કરવામાં આવતો નથી. આમ આ ''ઇકો ફેન્ડલી'' ચાઇલ્ડ કેર છે. આજનાં ગ્લોબલ વોર્નિંગમાં પર્યાવરણની રક્ષા કરવામાં અને પ્રદુષણ મુકત વિશ્વ બનાવામાં સહયોગ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીનું સપનું ''બેટી બચાવો બેટી બઢાવો'' અભિયાનમાં પણ મહત્વનું યોગદાન આપી શકે છે. દર્શનાબેન સંજયભાઇ મોરઝારીયા-રાજકોટનાં પ્રખ્યાત મોટલ ધ વિલેજ રિસોર્ટ  (MTV) નાં શેઠશ્રી સ્વ. કાકુભાઇ પોપટનાં સુપુત્રી તથા શ્રી હિતેશ કાકુભાઇ પોપટ તથા યોગેશ કાકુભાઇ પોપટ (RONE WED EVENT COPANY વાળા) નાં નાના બ્હેન થાય છે. દર્શનાબેનનાં ''લિડલ ડોલિંગ ચાઇલ્ડ કેર''ને વિશ્વસ્તરે મળેલ મહત્વ-માન્યતા રાજકોટ-ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.

(4:10 pm IST)