Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

પૂ.નમ્ર મૂનિ મ.સા.ના સમીપે ૧૨ દિક્ષાર્થીઓના દીક્ષા મહોત્સવ માટે મહોત્સવ માટે સૌરાષ્ટ્રના સંઘો પરમધામ પહોંચશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પચાસ ઉપરાંત સંદ્ય પ્રમુખો,અગ્રણીઓ એક સાથે દીક્ષા મહોત્સવના પ્રત્યક્ષ સાક્ષી બની ત્યાગ માર્ગની અનુમોદના કરશે

રાજકોટઃ તા.૧, આગામી તા.૪ ના રોજ પરમધામ, પડઘા મહારાષ્ટ્રની પાવન ભૂમિ ઉપર એક સાથે બાર -બાર મુમુક્ષુઓ રાષ્ટ્ર સંત  પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.સમીપે સંયમ ધર્મનો સ્વીકાર કરશે.ગોંડલ સંપ્રદાયના  પ્રવિણભાઈ કોઠારી,  ચંદ્રકાન્તભાઈ શેઠ, ઈશ્વરભાઈ દોશી,  સુરેશભાઈ કામદાર વગેરે અગ્રણીઓએ જણાવ્યું કે સંયમ મહોત્સવમાં દેશ - વિદેશના અનેક ભાવિકો ઉપસ્થિત રહેશે.ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયમાં એક સાથે બાર - બાર દીક્ષાનો આ પ્રથમ અવસર છે.સંયમ મહોત્સવની અનુમોદના કરવા માટે ગોંડલ સંપ્રદાયના પચાસથી વધારે સંઘ પ્રમુખો,અગ્રણીઓ બે બસ ભરીને પરમધામ ઐતિહાસિક દીક્ષા મહોત્સવના પ્રત્યક્ષ સાક્ષી બનવા માટે પહોંચીશું. આ અંગેની સંકલનની જવાબદારી જેઓએ બખૂબી નિભાવી છે તેવા ડોલરભાઈ કોઠારી, શિરીષભાઈ બાટવીયા, કિરીટભાઈ શેઠ, ભરતભાઈ દોશી, ઉપેનભાઈ મોદીએ માહિતી આપતા જણાવ્યું કે ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘ પ્રેરિત સમૂહમા એક સાથે બસમાં જવાનું સૌ પ્રથમ વખત સુંદર આયોજન કરેલ છે. સૌરાષ્ટ્રના વિવિધ ક્ષેત્રોના ગોંડલ, રાજકોટ, જુનાગઢ, જામનગર, અમરેલી, ધારી, વિસાવદર, બગસરા,  સાવરકુંડલા, જેતપુર, ઉના,વેરાવળ, ધોરાજી, ઉપલેટા, પોરબંદર, ધ્રોલ, કાલાવડ, પડધરી, ભાણવડ, જામજોધપુર, માળીયા - હાટીના, જામ ખંભાળીયા, લાલપુર સહિત વિવિધ સંદ્યોના પચાસથી વધારે સંઘ પ્રમુખો, અગ્રણીઓ સાથે બે બસ તા.૨ ના રાજકોટથી પરમધામ જવા રવાના થશે.

જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ વિશેષ માહિતી આપતા જણાવ્યું કે જેવી રીતે એક સાથે બાર - બાર દીક્ષાનો અવસર ઐતિહાસિક છે તેવી જ રીતે ગોંડલ સંપ્રદાયના ૨૨૯ વર્ષના ઈતિહાસમાં પણ આ પ્રથમ અવસર હશે કે સંયમ મહોત્સવને માણવા વિવિધ સંઘોના પચાસ ઉપરાંત સંઘ પ્રમુખો, અગ્રણીઓ એક સાથે બસમાં જઈ રહ્યાં હોય. ગોંડલ સંપ્રદાયે કાબિલેદાદ આયોજન કર્યુ છે તે ખરેખર પ્રશંસનીય અને અનુમોદ  નીય છે.

આજરોજ પરમધામ ખાતે ગોંડલ સંપ્રદાયના પૂ.ધીરજ મુનિ મ.સા.,પૂ.પારસ મુનિ મ.સા.,અજરામર સંપ્રદાયના પૂ.વિમલ મુનિ મ.સા.,પૂ.વિવેક મુનિ મ.સા. તથા પચાસથી વધારે પૂ.મહાસતિજીઓનું મંગલ પદાર્પણ થઈ ગયેલ છે તેમ મનોજ ડેલીવાળાએ જણાવેલ છે.

(4:04 pm IST)