Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

જર્જરીત મનુબેન ઢેબર સેનેટોરીયમ તોડી ત્યાં શાકમાર્કેટ બનાવો

સીનીયર સીટીઝન બી. એસ. અંજારીયા દ્વારા મેયરને પત્ર લખી સુચન

રાજકોટ : કલેકટર કચેરી સામે જામટાવર પાસે આવેલ મનુભાઇ ઢેબર સેનેટોરીયમ હાલ જર્જરીત અને બંધ હાલતમાં હોય જીર્ણોધ્ધાર કરવા સીનીયર સીટીઝન બી.એસ.અંજારીયાએ મેયરને પત્ર લખી રજુઆત કરી છે. તેઓએ જણાવ્યુ છે કે પચાસેક વર્ષ પહેલા આ સેનેટોરીયમનો ઉપયોગ સીવીલ હોસ્પિટલના દર્દીઓના સગાઓને રહેવા માટે થતો હતો. હાલ અહીં એકાદ સરકારી કચેરીના ઉપયોગ સિવાય આખુ બિલ્ડીંગ બંધ હાલતમાં છે.  જો આ બિલ્ડીંગને તોડી પાડી લાખાજીરાજ શાકમાર્કેટને અહીં ફેરવવામાં આવે તો યથા યોગ્ય નિર્ણય ગણાશે.  તેમજ વધારાનું બહુમાળી બિલ્ડીંગ બનાવી તેમાં સરકારી કચેરીઓ કે જે અન્ય સ્થળે ભાડાના મકાનામાં બેસતી હોય તેને સમાવી શકાય. ઉપરાંત શોપીંગ સેન્ટર તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય. નજીકમાં આવેલ હોસ્પિટલના દર્દીઓને દવાઓ મળી રહે તે માટે મેડીકલ સ્ટોરને પણ સ્થાન આપી શકાય. અમુક ભાગને સેનેટોરીયમ તરીકે રાખીને બાકીના ભાગોનો આ રીતે ઉપયોગ કરાય તો લેખે ગણાશે. તેમ નિવૃત્ત બેંક અધિકારી બી. એસ. અંજારીયા (મો.૯૪૨૬૪ ૧૭૮૫૪) એ સુચન કરતા જણાવેલ છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:03 pm IST)