Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

''બા મારી મધર ઈન્ડિયા''૧૩મીએ કોમેડીથી ભરપૂર નાટકઃ રાજકોટ સીટી વૂમન્સ કલબનો કાર્યક્રમ

રાજકોટ, તા.૧: રાજકોટ સીટી વુમન્સ કલબનો પ્રથમ ધમાકેદાર પીકનીક કમ અંતાક્ષરી, શિવશકિત હોટલ-જામનગર રોડ ખાતે માણ્યા બાદ બીજો પ્રોગ્રામ નાટક સ્નેહા દેસાઈ લિખીત, મેઘા આર્ટસ સર્જિત, મુંબઈના સુપ્રસિધ્ધ કલાકારો દ્વારા કોમેડી અને ધામલથી ભરપુર નાટક- ''બા મારી મધર ઈન્ડિયા'' એક કમાલ દિકરા અને ધમાલ મા ની ધોધમાર લવ સ્ટોરીનો કાર્યક્રમ તા.૧૩ના મંગળવાર બપોરે ૩:૩૦ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે રાખેલ છે. સભ્ય બહેનો માટે આ કાર્યક્રમ નિઃશુલ્ક છે. જયારે સાથે રહેનાર મહેમાનની ફી રૂ.૧૫૦ રાખેલ છે.નવી મેમ્બરશીપનું બુકીંગ ચાલુ હોય એપ્લેટીનીયમ રૂ.૧૨૦૦, બી-ગોલ્ડ રૂ.૧૦૦૦ તથા સી-સિલ્વર રૂ.૮૦૦ વાર્ષિક ફી રાખેલ છે. નવા મેમ્બરશીપનું બુકીંગ માટે (૧) હીનાબેન મોદી- મો.૯૪૨૯૯ ૭૯૧૭૩, ૨૨,ન્યુ જાગનાથ પ્લોટ, મહાકાળી મંદિરવાળો રોડ, ખોડીયાર સ્વીટ એન્ડ ફરસાણની સામે, (૨) દર્શનાબેન મહેતા- મો.૯૪૨૯૫ ૦૨૦૪ં૬, ૨૦૧,શ્રીનાથજી એપાર્ટમેન્ટ, પી.પી.ફુલવાળી શેરી, ડો.યાજ્ઞીક રોડ રાજકોટ.

કાર્યક્રામને સફળ બનાવવા પ્રમુખ પ્રફુલ્લાબેન મહેતા, ઉપપ્રમુખ મીનાબેન વસા, બિન્દુબેન મહેતા, જિજ્ઞાબેન વખારીઆ, ઈન્દિરાબેન ઉદાણી, દર્શનાબેન મહેતા, હિનાબેન મોદી, નીતાબેન મહેતા, કલ્પનાબેન પારેખ, પ્રીતીબેન ગાંધી, સરોજબેન આડેસરા, અલ્કાબેન ગોસાઈ તથા જયશ્રીબેન ટોળીયા જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:03 pm IST)