Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

રાજકોટ જીલ્લાના ૯૦૦ મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકોની હડતાલ સજ્જડઃ રસોડાની કામગીરી ઠપ્પ

રાંધવાનું બંધઃ ૯૯ હજારથી વધુ બાળકોને બટેટાપવા સહિતનું તૈયાર ભોજન અપાયું... : રાજકોટ ઉપરાંત ૧૪ જીલ્લામાં ગંભીર અસરઃ સરપંચ-ટીડીઓ-મામલતદાર-આચાર્યો ગ્રામજનો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા... : એકપણ બાળક ભૂખ્યુ નહિ રહે : ડે.કલેકટર પટેલની ''અકિલા'' સાથે વાતચીતઃ રાજકોટ ઉપરાંત અનેક જીલ્લામાં સંખ્યાબંધ બાળકોને ભોજન નથી મળ્યું: સંચાલક મંડળના આગેવાનોનો ગંભીર આક્ષેપ

રાજકોટ તા. ૧ : રાજય સરકારે મધ્યાહન ભોજન કેન્દ્રોમાં નવુ મેનુ એટલે કે બપોર બાદ ૪ વાગ્યે બાળકોને નાસ્તો આપવાની યોજના જાહેર કરી તેના વિરોધમાં રાજકોટ સહિત રાજયના ૧૪ તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકો હડતાલ ઉપર ઉતરી જતા ભારે દોડધામ મચ જવા પામી છે.

રાજકોટ જીલ્લાની મળતી જીલ્લાના ૯૦૦ કેન્દ્રના સંચાલકો સજજડ બેમુદતી હડતાલ ઉપર ઉતરી જતા તમામ સરોડામાં રસોઇ નહી બન્યાનું બહાર આવ્યું છે. સંચાલક મંડળના અમુક આગેવાનોએ એવો ગંભીર આરોપ કર્યો હતો કે રાજકોટ ઉપરાંત રાજયના અનેક જીલ્લામાંસંખ્યાબંધ બાળકોને ભોજન નથી મળ્યું, સરકારનો જ આમાં વાંક છે, અમારી કોઇ જવાબદારી નથી, બાળકોના વાલીઓ અમને માફ કરે.

દરમિયાન, મધ્યાહન ભોજન કેન્દ્રના ડે.કલેકટર શ્રી પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે જીલ્લામાં હડતાલ છે, રસોઇ નથી બની તે સાચીવાત, પણ અને પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા કરી છે અમારૂ એકપણ બાળક આજ તો શું કયારેય ભુખ્યુ નહિ રહે, દરેક ગામના સરપંચ-ટીડીઓ-તલાટી-મામલતદાર-જે તે સ્કુલના આચાર્ય અને ગ્રામજનોની મદદથી દરેક કેન્દ્રના બાળકને આચાર્ય અને ગ્રામજનોની મદદથી દરેક કેન્દ્રના બાળકને તૈયાર/ભોજન અપાઇ રહ્યું છે, અમુક કેન્દ્રોમાં બટેટાપવા સહિતનું તૈયાર ભોજન અપાયું છે., તેમજ અનાજ તથા બપોર પછીના નાસ્ત માટે પુરતો સ્ટોક છે, દરેક કેન્દ્રો અંગે રીપોર્ટ પણ મેળવાઇ રહ્યો છે.

(4:01 pm IST)