Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

વાહન સળગાવવાના ગુનામાં ફરાર ૭મો શખ્સ મહેશ ઉર્ફ લાલો કોળી ઝડપાયો

ક્રાઇમ બ્રાંચના જગમાલભાઇ, સંતોષભાઇ અને કુલદીપસિંહની બાતમી પરથી ધરપકડ

રાજકોટઃ ગયા શનિવારે મોડી રાત્રે કોઠારીયા રોડ ગોકુલ પાર્ક વિસ્તાર તથા આસપાસની અન્ય બે સોસાયટીઓમાં સોળ વાહનો સળગાવી દેવાના ગુનામાં બીજા દિવસે ક્રાઇમ બ્રાંચે એક સગીર સહિત છ શખ્સોની ટોળકીને દબોચી લીધી હતી. આ ટોળકીનો સાતમો સાગ્રીત મહેશ ઉર્ફ લાલો રામસીંગભાઇ ખાખરીયા (કોળી) (ઉ.૨૬-રહે. હુડકો કવાર્ટર બી-૨૪૯, ચામુંડા ફલોર મીલવાળુ મકાન)ને ક્રાઇમ બ્રાંચના જગમાલભાઇ ખટાણા, સંતોષભાઇ મોરી, કુલદીપસિંહ જાડેજાની બાતમી પરથી પકડી લેવાયો છે. એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પી.એસ.આઇ. આર. સી. કાનમીયા, હેડકોન્સ. જગમાલભાઇ, જયસુખભાઇ, કૃપાલસિંહ, સંજય રૂપાપરા, સંતોષ મોરી સહિતે પેટ્રોલીંગ દરમિયાન લક્ષ્મીનગર નાલા પાસેથી ઝડપી લીધો છે. આ શખ્સ બીજા કોઇ ગુનામાં સામેલ છે કે કેમ? તેની તપાસ થઇ રહી છે.

(4:00 pm IST)