Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

દૂધમાં ભેળસેળ કરવા અંગે બજરંગ ડેરીના માલીકને થયેલ સજા રદઃ અપીલમાં છૂટકારો

રાજકોટ, તા. ૧ : અત્રે બજરંગ ડેરી ફાર્મ મેહુલનગર-પ, રાજકોટ વાળા નાગજીભાઇ દેવશીભાઇ રૂપાપરા સામે ફુડ ઇન્સ્પેકટર અશ્વિન એચ. આચાર્યએ મીક્ષ દૂધમાં ભેળસેળ હોવા સંદર્ભે ધી પી.એફ.એ. એકટની કલમ-૭ અને ૧૬ મુજબની ફરીયાદ મ્યુનિ. કોર્ટમાં દાખલ કરેલ એ સંદર્ભે કેસ ચાલી જતા નાગજીભાઇ દેવશીભાઇ રૂપાપરાને એક વર્ષની સાદી કેદની સજા અને રૂ. પ૦૦૦નો દંડ ફરમાવેલ જેના હુકમ સામે બજરંગ ડેરી વાળા નાગજીભાઇ દેવશીભાઇ રૂપાપરાએ એડવોકેટ અમિત એસ. ભગતને રોકી અને રાજકોટ ડિસ્ટ્રીકટ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરતા જે અપીલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી જતા નીચેની કોર્ટનો હુકમ રદ કરી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે.

આ બનાવની હકીકત એવી છે કે ફુડ ઇન્સપેકટર અશ્વિન એચ. આચાર્યએ તા. પ-૩-ર૦૦૧ના રોજ મેહુલનગર-પ, બજરંગ ડેરી ફાર્મ રાજકોટ મુકામે બજરંગ ડેરી ફાર્મની મુલાકાત લઇ અને નાગજીભાઇ દેવશીભાઇ રૂપાપરા જયાં મીક્ષ દૂધનું વેચાણ કરતા હોય રર૦ મીલી અને રર૦ મીલી મળી કુલ મીક્ષ દૂધ ૬૬૦ મીલી ત્રણ બોટલમાં પૃથ્થકરણના હેતુના માટે ખરીદ કરેલ અને પંચને બોલાવી તા. ૧૮-૧૮ ટીપા ફોર્મેલીન નાખી પંચની હાજરીમાં સઘળી કાર્યવાહી કરી અને પટ્ટાવાળા મારફત સીલીંગ પેકીંગ કરાવેલ જે નમુનો બરોડા પબ્લીક એનાલીસીસને પૃથ્થકરણ માટે મોકલતા અને નમૂનો નાપાસ જાહેર થયેલ અને મીક્ષ દૂધ ભેળસેળવાળુ હોવાનો રીપોર્ટ આવેલ ત્યાર બાદ ફરીયાદીએ ફરીયાદ દાખલ કરવા રાજકોટ મ્યુનિ. કમિશ્નર પાસે કન્સર્ન્ટ માંગેલ જે કન્સર્ન્ટઆપતા કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ અને નાગજીભાઇ દેવશીભાઇ રૂપાપરાને ઉચ્ચ લેબોરેટરીમાં જવુ હોય તો તેમની નોટીસ મોકલેલ જે અંગેનો કેસ રાજકોટ મ્યુનિ. કોર્ટમાં ચાલી જતા બજરંગ ડેરી ફાર્મવાળા નાગજીભાઇ દેવશીભાઇ રૂપાપરાને રાજકોટ મ્યુનિ. કોર્ટ તકસીરવાર ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને રૂ. પ૦૦૦/-ના દંડનો હુકમ કરેલ જેની સામે આરોપી બજરંગ ડેરી ફાર્મવાળા નાગજીભાઇ દેવશીભાઇ રૂપાપરાએ રાજકોટ ડિસ્ટ્રી. એન્ડ સેસ. કોર્ટમાં મ્યુનિ. કોર્ટના હુકમ સામે અપીલ દાખલ કરેલી હતી.

રાજકોટ ફાસ્ટ ટ્રેક કોર્ટે અરજદાર/એપલન્ટની દલીલ માન્ય રાખી રાજકોટ મ્યુનિ. કોર્ટે કરેલ સજાનો હુકમ રદ કરી અને અપીલ મંજુર રાખેલ છે અને આરોપીને છોડી મૂકેલ છે. આ કામમાં એપેલન્ટ તરફે રાજકોટના યુવા ધારાશાસ્ત્રી અમિત એસ. ભગત, આનંદકુમાર ડી. સદાવ્રત તથા ધર્મેન્દ્ર ડી. બરવાડીયા રોકાયેલા હતાં.

(3:59 pm IST)