Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

અકસ્માતે ગોળીબાર કરવાના ગુનામાં નામચીન ફિરોજ ઉર્ફે આદીલને ૯ માસની સજા ફરમાવતી કોર્ટ

બજરંગવાડી વિસ્તારમાં બનાવ બનેલ હતો

રાજકોટ, તા. ૧ :  અહીંના બજરંગવાડીમાં વાંકાનેર સોસાયટી પાસે આવેલ મોમીન સોસાયટીમાં રહેતા અને રિવોલ્વર ચેક કરતી વખતે ઘોડો દબાઇ જતા ભુલથી ગોળીબાર થઇ જતા આર્મ્સ એકટના ગુનામાં પકડાયેલ નામચીન ફિરોજ ઉર્ફે આદીલ હનીફ સોઢાને અદાલતે ૯ માસની સજા ફરમાવી છે.

આ અંગેની વિગત એવી છે કે, આરોપી ફિરોજ ઉર્ફે આદીલે અગાઉ એક નિર્દોષ યુવાનની હત્યા કરેલ. જે ગુનામાં જામીનપર છુટયા બાદ હથિયારો વેચવાનો ધંધો કરતો હતો. બનાવના દિવસે તા. ૧પ-૧૧-૧૪ નાં રોજ પોતાના ઘરે આવેલા ત્રણેક શખ્સોને રિવોલ્વર બતાવતો હતો ત્યારે ભુલથી ઘોડો દબાઇ જતા રિવોલ્વરમાં ગોળી છુટતા પોતાને જ હાથની આંગળીમાં તેમજ પગમાં સાથળના ભાગે ઇજા થયેલ હતી.

આ બનાવ અંગે આરોપી ફિરોજ ઉર્ફે આદીલે પ્રથમ તેના ઉપર અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કર્યાની ફરીયાદ કરેલ બાદમાં પોલીસ તપાસ થતા આરોપીની ભુલના કારણે જ ગોળી છુટયાનું બહાર આવતાં પોલીસે આરોપી ફિરોઝ સહિત ચાર આરોપીઓ સામે આર્મ્સ એકટ હેઠળનો ગુનો નોંધાયો હતો.

આ કેસ ચાલી જતા એક્ષ. સેસન્સ જજશ્રી ટી.એસ. બ્રહ્મભટ્ટે આરોપી ફિરોજને તકસીરવાન ઠરાવી ૯ માસની સજા ફરમાવી છે. આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. મહેશભાઇ જોષી રોકાયા હતા.

(3:59 pm IST)