Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

રેસકોર્ષમાં ખીલશે ફુલ ગુલાબી સંધ્યાઃ ફલાવર શોનો પ્રારંભ

રંગીલા રાજકોટીયનો રવિવાર સુધી મજેદાર-મહેકદાર ફુલોની મહેક માણશે આયોજન :મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ઉદ્ઘાટનઃ ૫૦ હજાર ચો.મી. જગ્યામાં ભવ્ય આયોજનઃ ફુડ ઝોન - પ્રદ્યુમન પાર્ક ડાયોરામાં - અરણ્ય ડોમ - વન્યજીવનના ડિજીટલ શો સહિત અનેકવિધ વેરાઇટીઓની જમાવટઃ આ મેયર - કમિશ્નર સહિતના અધિકારીઓ - પદાધિકારીઓ દ્વારા અનુરોધ

 કોર્પોરેશન દ્વારા રેસકોર્ષમાં આજથી ચાર દિવસ આયોજીત ફલાવર-શોમાં વિવિધ જાતના રંગ બે રંગી પુષ્પો, લત્તાઓ, પુષ્પોથી બનાવાયેલા પ્રાણીઓ –પક્ષીઓની પ્રતિક્રુતિઓ અવનવા આકારો,તેમજ અવનવા પુષ્પો વિગેરેની અંદાજ ૭૦થી વધુ  જાતના પ્લાટ્સ વિગેરેથી સુશોભન કરવા   સાથો સાથ સૌરાષ્ટ્રના મુગુટ સમાન અને આપણી સંસ્કૃતિના ધરોહર સોમનાથ મહાદેવ મંદિરના ત્રિ-પારિમાણિક પ્રતિકૃતિ પુષ્પોથી સજાવટ કરી અને આકર્ષણુનું કેન્દ્ર   ઉભુ કરવામાં આવ્યુ છે. જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા.૧: મ્યુ. કોર્પોરેશન દ્વારા આજથી ચાર દિવસ સુધી રેસકોર્ષ સંકુલમાં ગત વર્ષની જેમ આ વર્ષે સતત બીજા વર્ષે પણ ભવ્ય 'ફલાવર શો'નું આયોજન કરાયું છે. જેમાં આ વખતે ફુલોથી બનાવેલા સોમનાથ મહાદેવ મંદિરની પ્રતિકૃતિનાં દર્શન સહિતના અનેક આકર્ષણો છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજીત ફલાવર-શો કમ ગાર્ડન એકઝીબીશન-૨૦૧૮નું ઉદ્ઘાટન આજે સાંજે ૬.૦૦ વાગ્યે રાજયના શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્યાય તંત્ર વિભાગના મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં હસ્તે કરવામાં આવશે. ફલાવર શો નિહાળવા માટેનો સમય ઉપરોકત દિવસો દરમ્યાન સવારે ૧૦ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી રાખવામાં આવશે. કરવામાં આવેલ આ ફલાવર-શોના સ્થળ આ વખતે ગત વર્ષેની લોકોની આવા ફલાવર-શો માં મુલાકાતીઓની ઉત્સાહનીને ધ્યાને લઇ અને શહેરના હાર્દસમા રેસકોર્ષ સંકુલના ક્રિકેટ-પેવેલિયનની બાજુમાં અને બહુમાળી ભવનની સામેના ભાગે આવેલા ખુબજ વિકસીત વિશાળ ગાર્ડનના પ્રાકૃતિક ભાગે કરવામાં આવી રહ્યુ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલ આ ફલાવર-શોમાં મુખ્ય આકર્ષણના ભાગો આ મુજબ રહેશે.

આથી આ વખતે રેસકોર્ષમાં બહુમાળી ભવન સામેના દરવાજેથી મુખ્ય પ્રવેશદ્વાર રાખી સામે જ આવેલ ૫૦ હજાર ચો.મી. ં બગીચાના કુદરતી સૌંદર્યનો ઉપયોગ કરીને ભવ્ય ફલાવર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરી નગરજનોને સ-વિશેષ સુવિધાઓ નિયત સમયમાં આપવા માટે કટ્ટીબધ્ધ છે. સાથો સાથ  આપણુ શહેર નયન રમ્ય અને  સ્માર્ટ – હરિયાળુૅ બને તે માટે  તમામ પ્રકલ્પો સમયસર પૂર્ણ કરવામાં આવે તેમાટે સદાયે તત્પર છે. શહેરી નગરજનોનેવિગેરેને પાયાની સુવિધાઓ નિયત સમયે મળી રહે તે ઉપરાંતથી આનંદ પ્રમોદ અને નિરાંતના પળોમાં હરવા ફરવાના કુદરતી માધ્યમો ઉભા  કરવા માટે અને રાજકોટ શહેરમાં સમાંતરીત બગીચાઓ અને સારૂ પર્યાવરણ બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા સતત કાર્યરત છે.

મુખ્ય આકર્ષણો

રાજકોટ શહેરની ગણના અન્ય શહેરોની સરખમણીએ વિકસતા શહેરમાં થાય છે. આપણુ રાજકોટ ખરા અર્થે માં હરિયાળુ અને પ્રાકૃતિક શહેર બને  તે માટે તેમજ શહેરના નાગરિકો  ફ્રેન્ડ્સ ગ્રુપ ઓફ ફલાવર્સ તેમજ ફ્રેન્ડ્સ ગ્રુપ ઓફ નેચર  બને તેવા પ્રયાસના ભાગ રૂપે સતત બીજા વર્ષે રેસકોર્સ ખાતે ફલાવર-શો કમ ગાર્ડન એકઝીબીશન૨૦૧૮નું તા. ૧ થી ૪ ફેબ્રુઆરી દરમ્યાન આયોજન કરવામાં આવી રહ્યુ છે, વિવિધ રાજ્યો - શહેરોમાંથી ઉત્પાદકો - વેપારીઓ આવશે

આ ફલાવર-શો માં ભારતના 'નોર્થ-ઇસ્ટ' ભાગોએથી પ્રાક્રુતિક ઉત્પાદનો તેમજ ત્યાંની બનાવટો, તેમજ આપણા રાજયના ડાંગ જીલ્લામાંથી વાંસ-ફોડ સંસ્થા દ્વારા બનાવાતી વિવિધ વન્ય પેદાશોમાંથી બનાવાયેલ વિવિધ ઉત્પાદનોના પ્રદર્શની કરવા માટે આ અવિકસીત વિસ્તારમાંથી જે લોકો આવશે તેને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ  રહેશે.

ફલાવર-શો ના અન્ય આકર્ષણમાં ૅવેસ્ટમાંથી બેસ્ટૅ બનાવતા લોકો દ્વારા કાર્યક્ર્મના ભાગરૂપે  આ સ્થળે જુદાજુદા શૈક્ષણિક સ્તરે શિક્ષળ મેળવતા ઉત્ક્રુષ્તા  ધરાવતા બાળકો વિગેરેને પ્રત્યક્ષ પ્રયોગિક  શિક્ષણ આપવા માટેના પ્રયાસ રહેશે.  સાથો સાથ વિધાર્થીઓમાં સમાયેલ શકિત ને બહાર લાવવાના પ્રાયસ માટે કુદરતી પુષ્પોમાંથી રંગોળી બનાવવા સાથોસાથ પ્રદર્શનિની ચિત્ર સ્પર્ધા રાખવામાં આવશે.          આ ફલાવર-શોમાં રાજકોટ અને રાજકોટ બહારથી  આવનાર પ્રાક્રુતિ પ્રેમીઓને સારીજાતના બહોળી સંખ્યામાં વેરાયટી વાળા વિવિધતા સભર  પ્લાન્ટ્સ,ફુલ છોડ, બગીચા માટેના ઓજાર , બીજ, અન્ય આઇટેમ્સ,  તેમજ વન્ય પેદાશો અને  ઓર્ગેનિક ઉત્પાદનો મળી રહે તેવો સ્ટોલ ની સુવિધાઓ આપવાનો પ્રયાસ છે.  આ ઉપરાંતથી શહેરના નાગરિકો આ પ્રદર્શની માં આવશે ત્યારે તેના સ-વિશેષ આનંદ માટે  જુદાજુદા  પ્રકારના ખાધ્ય  વસ્તુઓના આ જગ્યા માજ  બનાવાતા સ્વાદિષ્ઠ  નાસ્તાઓના  સ્ટોલ રાખવામાં આવી રહ્યા છે.

      રાજકોટ મહાનગરના નગરજનો વિગેરે આ ફલાવર-શોૅ૨૦૧૮માં આવી અને આનંદ માણી અને શહેરને હરિયાળુ અને પર્યાવરણમય બનાવે  અને પ્રાકૃતિક  બનાવી અને પર્યાવરણ જાળવણીમાં સહકાર આપવા તંત્રની દ્વારા અપીલ કરવામાં  આવી છે.

ફલાવર શોમાં નવલા નજરાણા

રાજકોટઃ ફલાવર-શોમાં વિવિધ જાતના રંગ બે રંગી પુષ્પો, લત્તાઓ, પુષ્પોથી બનાવાયેલા પ્રાણીઓ –પક્ષીઓની પ્રતિક્રુતિઓ અવનવા આકારો, મેનક્રિચર્સ, અકવેટીક પ્લાટ્સ, કેકેટસ , બોનસાઇ, ઓર્કિડ-વેરાયટી , કલરફુલ ફોલિયેઝ પ્લાટ્સ, પેરેનિયલ પુષ્પો, પામ વેરાયટી, મલ્ટી કલર રોઝ વેરાયટી, જેરોફાયટીક પ્લાટ્સ, સકયુલટ્સ, બલ્બીસ પ્લાટ્સ, જયુનિપેરસ પ્લાટ્સ, મેડિસિનલ પ્લાન્ટ્સ તેમજ અવનવા પુષ્પો વિગેરેની અંદાજ ૭૦થી વધુ  જાતના પ્લાટ્સ વિગેરેથી સુશોભન કરવા   સાથો સાથ સૌરાષ્ટ્રના મુગુટ સમાન અને આપણી સંસ્કૃતિના ધરોહર સોમનાથ મહાદેવ મંદિરના ત્રિ-પારિમાણિક પ્રતિકૃતિ પુષ્પોથી સજાવટ કરી અને આકર્ષણુનું  કેન્દ્ર   ઉભુ કરવામાં આવ્યુ છે. આ ફલાવર-શો દ્વારા લોકોને પ્લાન્ટ્સ વિગેરેની તેમજ આ પ્રદર્શની દ્વારા પ્રકૃતિ સાથે જોડાઇ તે માટેના  તાધ્સ ચિત્ર આપવા માટે જુદાજુદા રૂપમાં ટેબ્લો દ્વારા જાણ કરવાનુ આયોજન રાખેલ  છે.આ ફલાવર-શોમાં પુષ્પોની વિવિધ પ્રકારની પ્રતિકૃતીઓ (સ્કલ્પચર્સ) સાથો સાથ સૌરાષ્ટ્રના  ગ્રામ્ય જીવનની  ખેતીના ઝાંખી રૂપ વાહન 'બળદગાદુ'  અને હાલના રાજકોટની આગવી ઓળખ સમાન  પરિવહનમાં ઉપયોગમાં લેવાતા છકડો રિક્ષાને પણ  સુશોનભિત કરીપ્રદર્શનીમાં રાખવામા આવી છે.

(3:58 pm IST)