Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

પીપળીયા હોલ પાસે ચીન્તનભાઇ મારૂને ધવલ,વિરૂ,ટપૂડાએ મારમાર્યો

રાજકોટતા.૧: કોઠારિયા રોડ માસ્તર સોસાયટીમાં રહેતા કડીયા યુવાનને પીપળીયા હોલ પાસે ત્રણ શખ્સોએ મારમાર્યાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ માસ્તર સોસાયટી શેરી નં.૫માં રહેતા અને કાન્તા વિકાસ ગૃહ પાસે યોગી ઇન્ફોટીક નામની સીસીટીવી કેમેરા ફીટ કરવાની દુકાન ધરાવતા ચીન્તનભાઇ મનોજભાઇ મારૂ (ઉ.વ.૨૯) ગઇકાલે પડવલા ગામે પોતાનું કામ પતાવીને ઘરે જતા હતા ત્યારે પીપળીયા હોલ પાસે પહોંચતા તેના મિત્રો ધવલ,વીરૂ અને ટપુડો કોળી પાસે ઉભા રહેતા વગરવાંકે ત્રણેય શખ્સો ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યો હતો. અને ટપુડો કોળી છરી લઇને તેની પાછળ દોડતા ચીન્તનભાઇ જીવ બચાવી ભાગી ગયા હતા.

આ અંગે ચીન્તનભાઇ મારૂએ ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ. સુભાષભાઇ ડાંગરે તપાસ આદરી હતી.

(3:44 pm IST)