Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

પદ્માવત સમિતિ હવે ‘રાજકોટ સંઘર્ષ સમિતિ'

સંયમ અને શિસ્‍ત સાથેના વિરોધ પ્રદર્શન, સર્વ સમાજની એકતા માટે આભાર બેઠક : કરણીસેનાએ માન્‍યો આભારઃ રાજકોટમાં હકારાત્‍મક સામાજીક કામગીરી માટે સર્વ સમાજ સંગઠીત

પદ્માવત સંઘર્ષ સમીતીની બેઠક ગઇસાંજે કાઠીયાવાડ જીમખાના ખાતે મળી હતી. આ બેઠકમાં સર્વ સમાજનો આભારનો આભાર માનવામાં આવ્‍યો હતો અને રાજકોટ શહેરના સામાજીક પ્રશ્નો અને વિકાસ કાર્યોમાં હકારાત્‍મક અભિગમ સાથે રાજકોટ સંઘર્ષ સમીતીની રચના કરવામાં આવી તે સમયે ઉપસ્‍થિત સર્વે સમાજના આગેવાનોને સંબોધન કરતા નરેન્‍દ્રસિંહ જાડેજા નજરે પડે છે. બાજુમાં પ્રવિણસિંહજી સોળીયા, ભગવાનજીભાઇ પરસાણા, હરીશચંદ્રસિંહ જાડેજાગુજરાત યુવા રાજપુત સંઘના પી.ટી.જાડેજા, કાશ્‍મીરાબેન નથવાણી, વિજય ચૌહાણ નજરે પડે છે. નીચેની લાઇનમાં કરણી સેનાના રાજભા ઝાલા, જીમ્‍મી અડવાણી, દાનુભા જાડેજા, યુસુફ જુણેજા, જયદેવસિંહ જાડેજા,શ્રી  બારોટ, જે.પી.જાડેજા, કૃષ્‍ણસિંહ જાડેજા, રાજુભાઇ જોષી, પંકજ રાવલ, યુસુફભાઇ જોહર કાર્ડસ, શાકીરભાઇ, ક્રિપાલસિંહ, નરેન્‍દ્રસિંહ (વડાળી), રાજુ જુંજા, ભીખાભાઇ, રણજીતસિંહ (રણજીત ટ્રાન્‍સપોર્ટ), દિલીપસિંહ પરછે ગામ, ભરતસિંહ વાગુદળ, પ્રદીપ રાવલ વિગેરે નજરે પડે છે.

રાજકોટ, તા., ૧: પદ્માવત સંઘર્ષ સમીતી હવે રાજકોટ સંઘષ સમીતી બની છે. કરણી સેનાના પદ્માવત ફિલ્‍મના વિરોધમાં સર્વ સમાજની રચાયેલી સમીતીનું વિસર્જન કરીને તમામ સમાજના આગેવાનોએ આ સમીતીને રાજકોટના વિકાસ, ગૌરવ અને સામાજીક પ્રશ્નો માટે હકારાત્‍મક અભિગમ સાથે સામુહીક યોગદાનના હેતુથી બીન વિવાદાસ્‍પદ રીતે માત્રને માત્ર રાજકોટના ગૌેરવશાલી હેતુ માટે એક સમીતી બનાવાઇ છે. આગામી ૧ વર્ષ માટે આ સમીતીના પ્રમુખ તરીકે નરેન્‍દ્રસિંહ જાડેજાની વરણી થઇ છે. તુર્તમાં જ તમામ સમાજના આદરણીય વડીલોની એક કોર કમીટીની રચના થશે.

ગઇસાંજે મળેલી પદ્માવત સંઘર્ષ સમીતીની આભાર દર્શન બેઠકમાં તમામ સમાજના આગેવાનોની ઉપસ્‍થિતિમાં અનેકવિધ નિર્ણય લેવાયા હતા અને બિન રાજકીય, બીન વિવાદાસ્‍પદ હકારાત્‍મક અભિગમ અને રાજકોટનું ગૌરવ, સન્‍માન વધે અને લોકો રંગીલા અને સંપીલા રાજકોટ માટે વિશેષ સન્‍માન લઇ શકે તેવા હેતુથી તમામ સમાજ સામુહીક યોગદાન આપી વિવિધ વિકાસલક્ષી, સન્‍માન લક્ષી અને સામાજીક પ્રશ્ને યથાયોગ્‍ય યોગદાન અને સહકાર આપશે તેવી કટીબધ્‍ધતા વ્‍યકત થઇ હતી.

રાજપુત સમાજના સન્‍માનીય આગેવાન પ્રવિણસિંહજી જાડેજા (સોબીયા)ની અધ્‍યક્ષતામાં મળેલ બેઠકમાં જીવન બેંકના ચેરમેન ભગવાનજીભાઇ પરસાણાની ઉપસ્‍થિતિમાં પદ્માવત સંઘર્ષ સમીતીના તમામ સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા અને તમામ સમાજ સામુહીક રીતે રાજકોટના મહત્‍વના પ્રશ્નોમાં હકારાત્‍મક અભિગમ સાથે કામગીરી કરશે તેવો નિર્ણય લેવાયો હતો.

બેઠકના પ્રારંભે પદ્માવત સંઘર્ષ સમીતીના અધ્‍યક્ષ નરેન્‍દ્રસિંહ જાડેજાએ પદ્માવત ફીલ્‍મના રીલીઝ પ્રશ્ને સંયમ, શિસ્‍ત અને એકતા સાથે અપાયેલ લડતમાં તમામ સમાજના આગેવાનોએ આપેલ યોગદાન અને સહકાર અંગે સૌનો આભાર માનીને રાજકોટમાં સૌની ઇચ્‍છા મુજબની લડાઇ લડવામાં મળેલ સફળતા અંગે આભાર માન્‍યો હતો અને હવે આ પ્રશ્ને કરણીસેનાને હકારાત્‍મક અભિગમ સાથેની લડાઇમાં રાજકોટ સંઘર્ષ સમીતીનો સહકાર રહેશે તેવી ખાત્રી આપી હતી.

નરેન્‍દ્રસિંહ જાડેજાએ બંધ પહેલાના દિવસો તથા બંધ સમયે રાજપુત સમાજ સહિત તમામ સમાજના યુવાનોએ બતાવેલ સંયમ અને શિસ્‍તબધ્‍ધતાની પ્રશંસા કરી હતી અને રાજકોટે એક શિસ્‍ત સાથેની લડત લડી રાજકોટને ગૌરવ પ્રદાન કર્યાની લાગણી વ્‍યકત કરી હતી.

રઘુવંશી સમાજના પ્રમુખ કાશ્‍મીરાબેન નથવાણી તથા યોગેશભાઇ પુજારાએ રાજકોટ સંઘર્ષ સમીતી દ્વારા આગામી દિવસોમાં શહેર માટે અપાનાર કોઇ પણ કાર્યક્રમમાં તન-મન-ધનથી સમગ્ર સમાજનો સહકાર, યોગદાન તથા પ્રતિનિધિત્‍વ રહેશે તેવી ખાત્રી આપી પદ્માવત સંઘર્ષ સમીતીની શાંતિપુર્વકની લડાઇમાં નરેન્‍દ્રસિંહ જાડેજા તથા રાજભા ઝાલાને અભિનંદન પાઠવ્‍યા હતા.

પાટીદાર સમાજના અગ્રણી એડવોકેટ જી.એલ.રામાણીએ તમામ સમાજ એક બનીને આપેલ સંયમ અને શિસ્‍તબધ્‍ધ લડત ગૌરવપુર્વકની દર્શાવી ખોડલધામ ટ્રસ્‍ટ તથા પાટીદાર સમાજ રાજકોટ સંઘર્ષ સમીતીની સક્રિયતાથી સાથે રહેશે તેમ જણાવી સૌને સાથે રાખીને ચાલનાર પદ્માવત સંઘર્ષ સમીતીના શ્રી જાડેજાની પ્રશંસા કરી અભિનંદન પાઠવ્‍યા હતા.

દાઉદી વ્‍હોરા સમાજના શ્રી યુસુફભાઇ (જોહર કાર્ડસ) તથા શાકીરભાઇએ રાજકોટ સંઘર્ષ સમીતીની રચનાને આવકારી દાઉદી વ્‍હોરા સમાજ તેમનાથી થતો તમામ સહકાર આપી સાથે રહેશે તેવી વાત વાત સાથે આ સમીતી શહેરમાં હકારાત્‍મક અભિગમોમાં ખુબ આગળ વધે તેવી શુભેચ્‍છા પાઠવી. પદ્માવત સંઘર્ષ સમીતીમાં સર્વ સમાજની એકતાની પ્રશંસા કરી હતી.

બ્રહ્મસમાજના પ્રમુખ પંકજભાઇ રાવલે બ્રહ્મસમાજ શહેરની શાંતિ અને એકતાના કાર્યમાં હંમેશા અગ્રેસર રહી શકય તમામ યોગદાન આપવાની ખાત્રી આપી રંગીલા અને સંપીલા રાજકોટ માટે સૌને આગળ આવવા અનુરોધ કર્યો હતો.

રાજપુત અગ્રણી શ્રી પ્રવિણસિંહજી જાડેજાએ તેમના મનનીય પ્રવચનમાં સાંપ્રત સમયમાં તમામ સમાજોએ એક બનીને સામાજીક પડકારોને મારી હઠાવવા પર ભાર મુકી પદ્માવત ફીલ્‍મ જેવી ફિલ્‍મોથી ભારતીય સંસ્‍કૃતિને અકલ્‍પનીય નુકશાન થતું હોવાનું જણાવી સૌને સાથે મળીને આપણા સમાજ અને શહેર માટે શકય બધુ કરી છુટવા પર ભાર મુકયો હતો.

કરણી સેનાના ગુજરાત પ્રમુખ રાજભા ઝાલાએ પદ્માવત ફીલ્‍મ ભારતના ઇતિહાસ અને સંસ્‍કૃતિ પર કુઠારાઘાત હોવાનું જણાવી આ લડાઇમાં સહકાર આપનાર પદ્માવત સંઘર્ષ સમીતી તથા તમામ સમાજનો આભાર વ્‍યકત કર્યો હતો અને ભવિષ્‍યમાં પણ આ પ્રશ્ને લડત માટે સહકારની અપેક્ષા વ્‍યકત કરી હતી.

શિવસેનાના જીમ્‍મીભાઇ અડવાણી, લઘુમતી સમાજના યુસુફભાઇ જુણેજા, માલધારી સમાજના રાજુભાઇ જુંજા, મુકેશભાઇ ચાવડા (આહીર સમાજ), પરશુરામ સંસ્‍થાના પ્રદીપભાઇ રાવલ, સોરઠીયા રાજપુત સમાજના વિજયભાઇ ચૌહાણ, બારોટ સમાજના અગ્રણીઓ વિગેરેએ પણ પ્રાસંગીક પ્રવચનો કરીને તમામ સમાજની એકતા અને રાજકોટ માટેના સહિયારા પ્રયાસોમાં બધુ જ કરી છુટવાની ખાત્રીનો પુનરોચ્‍ચાર કર્યો હતો.

બેઠકમાં સર્વસંમતીથી અનેકવિધ ઠરાવો કરીને રાજકોટ સંઘર્ષ સમીતીનું પ્રમુખપદ દર વર્ષે અલગ-અલગ સમાજના આગેવાન સંભાળે તેવી નરેન્‍દ્રસિંહ જાડેજાની વાતને વધાવી લેવામાં આવી હતી. તમામ સમાજના સીનીયર, આદરણીય બીન રાજકીય આગેવાનોની એક કોર કમીટી મનાવાશે તથા તમામ સમાજના રાજકોટ સંઘર્ષ સમીતીમાં સ્‍થાન અપાશે તેમ ઠરાવાયું હતું.

આ બેઠકમાં રાજુભાઇ જોષી, પી.ટી.જાડેજા, હરીશચંદ્રસિંહ જાડેજા, કરણી સેનાના જે.પી.જાડેજા, કૃષ્‍ણસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, ક્રિપાલસિંહ રાણા, નરેન્‍દ્રસિંહ જાડેજા (વડાળી) લઘુમતી અગ્રણી આઇ.કે.શેખ, હરદેવસિંહ જાડેજા (નાનામવા) રઘુભા જાડેજા, રામદેવસિંહ, ટીકુભા, શૈલેન્‍દ્રસિંહ જાડેજા, આર.ડી.જાડેજા, ભીખુભાઇ પાડસરીયા, અરવિંદભાઇ પાટડીયા, દાનુભા જાડેજા, જયદેવસિંહ જાડેજા, ગઢવી સમાજના દિલીપભાઇ ગઢવી, હિન્‍દુ યુવા વાહીનીના ગુજરાત પ્રભારી હરપાલસિંહ જાડેજા,  યોગરાજસિંહ જાડેજા (વાવડી) વિગેરે પણ ઉપસ્‍થિત રહયા હતા.

સમગ્ર બેઠકનું સંચાલન દૈવતસિંહ જાડેજાએ કર્યુ હતું. આભારવિધિ દેવેન્‍દ્રસિંહ જાડેજા (ટીકુભા)એ કરી હતી.

(2:17 pm IST)