Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

સ્કૂલ બસમાં ગ્રીસનું કામ કરતાં વસિમને રૈયા ચોકડી પાસે ધર્મેશે લાકડી ફટકારી

લાખાજીરાજ સોસાયટીનો મેમણ યુવાન લેણા નીકળતા પૈસાનો ચેક લેવા જતાં ડખ્ખો થયોઃ ધર્મેશ સ્કૂલની બસોની દેખરેખ રાખવાનું કામ કરે છે

રાજકોટ તા. ૧: દૂધની ડેરી પાસે લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી શેરી નં. ૧માં રહેતાં અને સ્કૂલ બસોમાં ગ્રીસીંગ કરવાનું કામ કરતાં વસિમ મુનાફભાઇ ફુફાર (ઉ.૨૧) નામના મેમણ યુવાનને તે રૈયા ચોકડી નજીક ૧૫૦ ફુટ રીંગ રોડ પર અમૃતા હોસ્પિટલ પાસે મોદી સ્કૂલની બસોના પાર્કિંગ પાસે હતો ત્યારે આ બસોનું સંચાલન સંભાળતા ધર્મેશ જોષીએ લાકડીથી માર મારતાં સારવાર લેવી પડી હતી.

વસીમ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. વસિમે કહ્યું હતું કે પોતાને સ્કૂલ બસમાં ગ્રીસનું કામ કર્યુ હોઇ તેના પૈસા રૂ. ૨૦૬૦ લેવાના હતાં. આ રકમનો ચેક લેવા ધર્મેશ જોષી પાસે જતાં તેણે આજે નહિ કાલે આવજે, કહી ગાળો દેતાં ગાળો દેવાની ના પાડતાં લાકડીથી હુમલો કર્યો હતો. તે મોદી સ્કૂલની બસોની દેખરેખનું કામ સંભાળે છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(10:37 am IST)