Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

માથાના દુઃખાવાથી કંટાળી ઝેર પી લેનારી આંબરડીની અનિતાનું મોત

વણકર યુવતિ ૧૪મીએ ઝેર પી ગઇ'તીઃ આજે રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧: ગોંડલના આંબરડી ગામમાં રહેતી અનિતા બાબુભાઇ સોલંકી (ઉ.૧૮) નામની વણકર યુવતિએ ૧૪મીએ વાડીએ ઝેર પી લેતાં કોલીથડ સારવાર અપાવી બાદમાં રાજકોટ સિવિલમાં ૧૫મીએ ખસેડાઇ હતી. રાત્રે રજા લીધા બાદ ૨૯મીએ ફરી તબિયત બગડતાં ફરીથી રાજકોટ સિવિલમાં દાખલ કરાઇ હતી. અહિ આજે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્યુ પામનાર અનિતા બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટી હતી અને પરિવારને ખેતીના કામમાં મદદરૂપ થતી હતી. તેણીએ માથાના દુઃખાવાથી કંટાળીને દવા પી લીધાનું પિતા બાબુભાઇ પાલાભાઇ સોલંકીએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ અને રવિભાઇ ગઢવીએ પ્રાથમિક કાર્યવાહી કરી ગોંડલ તાલુકા પોલીસને કાગળો મોકલ્યા હતાં.

(10:36 am IST)