Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

રોહીદાસપરામાં કાકાના આડા સંબંધના ડખ્‍ખામાં ભત્રીજા વસંત સાગઠીયા પર પાઇપથી હુમલો

પાડોશી શૈલેષ ચુડાસમા સામે ગુનો : સામાપક્ષે નાથીબેન ચુડાસમાને પણ ઇજા

રાજકોટ તા.૧: શહેરના સામાકાંઠે કુવાડવા રોડ પર રોહીદાસપરામાં કાકાના આડાસંબંધના ડખ્‍ખામાં ભત્રીજા ઉપર હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી છે. લોખંડના પાઈપ વડે હુમલો થતાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયો છે. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, કુવાડવા રોડ પર આવેલા રોહીદાસપરામાં રહેતા વસંત રમેશભાઈ સાગઠીયા (ઉ.વ.૨૯) નામના યુવાને બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તે જ વિસ્‍તારમાં રહેતા શૈલેષ કમાભાઈ ચુડાસમાનું નામ આપ્‍યું છે. ફરિયાદમાં જણાવ્‍યા મુજબ, તેના કાકા શૈલેષભાઈ કાળાભાઈ સાગઠીયાને આરોપી શૈલેષ ચુડાસમાની પત્‍ની સાથે આડાસંબંધ હોય જેથી આરોપી સાથે બે વર્ષ અગાઉ માથાકૂટ થયેલી હોય જેનું સમાધાન થયેલું હોય આમ છતાં અવાર-નવાર ઝઘડો કરે છે.
દરમિયાન ગઈકાલે તેના કાકા શૈલેષભાઈ અને કાકી શિલ્‍પાબેન ભાણેજના લગ્ન પ્રસંગની ખરીદી કરવા જતાં હતા. ત્‍યારે આરોપીએ રસ્‍તામાં રોકી ઝઘડો કરતાં તેના કાકા તેના દ્યરે ધસી આવ્‍યા હતા અને વાત કરતા તે દ્યર નજીક રોડ પર આરોપી શૈલેષ ઉભો હોય જેને સમજાવતાં આરોપીએ ઉશ્‍કેરાઈ જઈ ઝઘડો કરી લોખંડના પાઈપ વડે હુમલો કરી માથામાં પાઈપ વડે હુમલો કરી માથામાં પાઈપનો ઘા ઝીંકી દેતાં તેને ઈજાગ્રસ્‍ત હાલતમાં સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.
આ અંગે બી ડીવીઝન પોલીસે ઈજાગ્રસ્‍ત વસંત સાગઠીયાની ફરિયાદ પરથી શૈલેષ ચુડાસમા સામે હુમલાની કલમ હેઠળ ગુનો નોંધી હેડ કોન્‍સ. ડી.ડી.જાડેજાએ તપાસ હાથ ધરી છે.  જયારે સામાપક્ષે આરોપી શૈલેષ ચુડાસમાના માતા નાથીબેન કમાભાઈ ચુડાસમા (ઉ.વ.૬૩) પણ સિવિલમાં દાખલ થયા હતા. જેમણે કમલેશ, રમેશ અને તેની સાથેના શખ્‍સોએ મારમાર્યાનો આક્ષેપ કર્યો હતો.

 

(3:32 pm IST)