Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

કોરોનાઃ ગઇકાલે ૧૦ કેસ ૧૩૩ સારવારમાં : ૨૫ સાજા થયા

રાજકોટ, તા.૩૧: શહેરમાં કોરોના કેસમાં દરરોજ વધારો થઇ રહયો છે. લોકોમાં ફફડાટ ફેલાઇ રહયો છે. ગઇકાલે શહેરમાં ૧૦ કેસ નોંધાયા છે. જયારે આજ બપોર સુધીમાં ફરી શુન્ય કેસ નોંધાયા છે. શહેરમાં હાલ ૧૩૩ દર્દીઓ સારવાર હેઠળ છે. ગઇકાલે ૨૫ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજ દિન સુધીમાં કુલ ૪૩,૦૯૫ કેસ નોંધાયા છે.

મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૩,૦૯૫ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૫૦૧ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૨૧૪૬ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૨૫ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૪૬ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૫,૩૭,૨૭ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૩,૦૯૫ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૮૧ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૫૮ ટકાએ પહોંચ્યો છે.

(4:05 pm IST)