Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

રેલ્વે મજદુર સંઘ આયોજીત ઓપન રાજકોટ લોન ટેનિસ ટૂર્નામેન્ટનું સમાપન

રાજકોટઃ હિરેન મહેતા (ડીઝીટલ સેક્રેટરી ડબલ્યુઆરએમએસ) ની યાદી મુજબ વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ રાજકોટ ડિવીઝન દ્વારા આાયોજીત '' ડીઆરએમ ટ્રોફી ઓપન રાજકોટ લોનટેનિસ ટૂર્નામેન્ટ'' થયું હતુ જેમા ૬૦ થી વધુ ના બોયઝ-ગર્લ્સએ ભાગ લીધો હતો.

રાજકોટના ડીઆરએમ શ્રી પી.બી.નિનાવે તથા અન્ય અધિકારીઓ અને આમંત્રિત મહેમાનોની હાજરીમાં ફાઇનલ મેચ અન્ડર ૧૨માં ચેમ્પિયન અર્જુન આંઝા રનર્સઅપ કૃષ્ણકાંત સિંઘવ, ગર્લ્સમાં ચેમ્પિયન હિરવા રંગાણી, અને રનર્સઅપ હર્ર્ષવી ટાંક તથા તથા અન્ડર-૧૪માં ચેમ્પિયન વેદાંત નાગ્રેચા અને રનર્સઅપ દેવ ખાંટ ગર્લ્સમાં ચેમ્પિયન ક્રિષા મૃગ તથા રનર્સઅપ હિરવા રંગાણી બનેલ હતા.

આ ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે ડીઆરએમ શ્રી પી.બી. નિનાવે ખેલાડીઓને બિરદાવતા જણાવેલ કે આ પ્લેટફોર્મ ખરેખર પ્રશંસાને પાત્ર છે. ડબલ્યુ આરએમએસ રાજકોટના શ્રી હિરેન મહેતાના નેતૃત્વ હેઠળ આવી સ્પોર્ટસ, કલ્ચરલ બ્લડ ડોનેશન, જેની પ્રવૃતિઓના સફળ આયોજન માટે અભિનંદન પાઠવેલ તથા રમત-ગમત માટે જરૂરી તમામ સહયોગ આપશે. તેવુ આશ્વાસન આપેલ હતુ.

 ડીવિઝનલ સેક્રેટરી હિરેન મહેતા એ આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતા જણાવેલ કે રેલ્વે એક એવુ પ્રશાસન છે કે જયા ૧૨ લાખ કર્મચારીઓ રેલ સેવા માટે કાર્યરત છે. અને એનએફઆઇઆર/ ડબલ્યુઆરએમએસ એ સતત રેલ કર્મચારીઓ અને તેના  પરિવારના હકક માટે આયોજીત કરીએ છીએ જુનમાં જનરલ સેક્રેટરી શ્રી જે.જી. માહુરન્દરજી અને ડીસેમ્બરમાં ડીઆરએમ ટ્રોફીના નામથી લોન ટેનીસ ટુર્નામેન્ટ કરી બાળકોને રાજકોટમાં એક પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવે છે.

આ પ્રસંગે સિનિ. ડીઓએમ અભિનવ જૈફ શ્રી ચૌહાણ, એચ.પી.શર્મા, એસ.ટી.રાઠોડ, મહેશભાઇ ચૌહાણ, દર્શિતભાઇ જાની, શ્રી પુરોહિત, પ્રદિપ ત્રિવેદી,  જીતુભાઇ મહેતા, મહેશભાઇ રાજપુત, શ્રી પુરોહિત વગેરે ઉપસ્થિત રહેલ હતા. ડીઆરએમ પીબીનીનાવેના હસ્તે ટ્રોફી અને ઇનામ વિતરણ કરવામાં આવેલ હતુ.  લોન ટેનિસ કોચ જસ્મીન ઓઝા અને તેની સાથે રેફરી તરીકે ઝેવર ટીંબાણીયા તથા જીત ટીંબાણીયા એ ચાર દિવસ સેવા આપેલ અને તેમનુ સન્માન કરેલ.  કાર્યક્રમને સફળ બનાવવા  ડી.એસ. ચેરાવત, કેતન ભટ્ટી, હિતેષ પરમાર, રામ અવતાર, વિવેકાનંદ, ચંદ્રેશ ત્રિવેદી તથા મહિલા પાંખમાં શ્રીમતી અવની ઓઝા, પુષ્પાબેન ડોડીયા, ધમિષ્ઠા પૈજા, વિક્રમબા, જયોતિ મહેતા વગેરેએ જહેમત ઉઠાવેલ હતી. કાર્યક્રમનું સંચાલન અવની ઓઝા એ કરેલ.   (૪૦.૧૨)

(3:36 pm IST)