Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વી છાત્રોનું સન્માનઃ સ્નેહમિલન અને સમુહ મહાપ્રસાદ

રાજકોટઃ ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ રાજકોટ ઉપક્રમે ''આર.એમ.સી. પંડિત દિન દયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ''(પેડક રોડ)ખાતે, સરસ્વતી સન્માન સમારોહ, જ્ઞાતિ સ્નેહ મિલન, સમગ્ર જ્ઞાતિ સમુહભોજન અને સાધારસભા ચતુર્થ કાર્યક્રમોનું આયોજન થયું હતું. આર.એમ.સી. પંડિત દિનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ, પેડક રોડ, ખાતે સર્વ જ્ઞાતજિનોની ઉપસ્થિતીમાં આયોજન આ સમારોહમાં જ્ઞાતિનાં વિદ્યાર્થીઓને પુરસ્કારરૂપે શિલ્ડ, પ્રમાણપત્ર, વિદ્યાર્થી ઉપયોગી કિટ, બાન લેબ્સ કિટ જ્ઞાતિ મોભીના હસ્તે આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને દાળેશ્વર સેવા મંડળ ટ્રસ્ટનાં પ્રમુખ, સમસ્ત બ્રહ્મસમાજનાં પૂર્વ પ્રમુખ અનંતભાઇ ભટ્ટ તેમજ ઉદઘાટક તરીકે સમસ્ત ચિભડીયા બ્રહ્મસમાજનાં પૂર્વપ્રમુખ, મેનેજીંગ ટ્રસ્ટી દાળેશ્વર સેવા મંડળ ટ્રસ્ટ, બ્રહ્મઅગ્રણી કિશોરભાઇ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સન્માન સમારોહના અતિથિ વિશેષશ્રીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ દીપાવ્યો હતો. પ્રાસંગિક ઉદબોધન રાજકોટ શહેર ચિભડીયા બ્રહ્મસમાજનાં મહામંત્રી હરેશભાઇ ઠાકરે કર્યુ હતું. મુખ્યત્વે વર્ષે ૨૦૧૮ના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સારા માર્કસથી પાસ થયા હોય રાજય તથા રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત થયા હોય તેને તેમજ અન્ય જ્ઞાતિ પરિવારનાં ભૂલકાંઓને શિલ્ડ, પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. જેનું સમગ્ર સંચાલજ ઓદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ, રાજકોટનાં મહામંત્રી હરેશભાઇ ઠાકર, જુલીબેન ભટ્ટ, અવંતિકાબેન દવેએ કર્યુ હતું. સરસ્વતી સન્માન સમારોહમાં અતિથિવિશેષ તરીકે જયંતભાઇ ઠાકર(પૂર્વ પ્રમુખ-ઔદિધ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ-રાજકોટ), રમણીકભાઇ રાવલ(નિવૃત મેલેરીયા ઇન્સપેકટર)હરેશભાઇ જોષી(નિવૃત સર્કલ ઇન્સપેકટર), હરેશભાઇ જોષી, નિવૃત સર્કલ ઇન્સપેકટર), મનુભાઇ ભટ્ટ, સી.જી. વ્યાસ(નિવૃત ડીવાય.એસ.પી.)અશ્વિનભાઇ દવે, સુમનભાઇ ભટ્ટ, કિશોરભાઇ ભટ્ટ(સંગીતકાર-મલ્હાર ઓરકેસ્ટ્રા), નવિનચદ્ર વ્યાસ, જીતેન્દ્રભાઇ પાણેરી, હસમુખભાઇ રાવલ, મધુકાંતભાઇ ત્રિવેદી(નિવૃત એ.જી. ઓફિસર), શ્રીમતી ચંદ્રિકાબેન ભટ્ટ(ટ્રસ્ટી-દાળેશ્વર સેવા મંડળ ટ્રસ્ટ), ગં.સ્વ. નિલાબેન રાવલ, ગં.સ્વ. હંસાબેન ઠાકર, ગં.સ્વ. નિર્મળાબેન ત્રિવેદી, ગં.સ્વ.કાંતાબેન ભટ્ટ વગેરે હાજર રહી શિલ્ડ, પ્રમાણપત્રો એનાયત કર્યા હતાં. આ ચતુર્થ કાર્યક્રમને સફળ બનાવવા ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ રાજકોટનાં પ્રમુખ પ્રફૂલભાઇ જોષીની રાહબરી હેઠળ મહામંત્રી હરેશભાઇ ઠાકર સહિત સમગ્ર ટીમ ભાવેનભાઇ ભટ્ટ, અનિલભાઇ ત્રિવેદી, બિપીનભાઇ રાવલ, જયેશભાઇ રાવલ, યશ્વિનભાઇ રાવલ, જયંતભાઇ ઠાકર, ગિરીશભાઇ રાવલ, નરેન્દ્રભાઇ ભટ્ટ, કિશોરભાઇ ત્રિવેદી, દિગંતભાઇ જોષી, નિલેશભાઇ પાણેરી, હસમુખભાઇ રાવલ, જીતેન્દ્રભાઇ રાવલ, રાજેન્દ્રભાઇ ઠાકર, ધમેન્દ્રભાઇ રાવલ, કિશોરભાઇ ભટ્ટ, કરણરાજ ઠાકર, વિજયભાઇ જોષી, દિવ્યેશભાઇ રાવલ, જીજ્ઞેશભાઇ રાવલ, અરવિંદભાઇ રાજયગુરૂ, દેવેન્દ્રભાઇ વ્યાસ, કિલ્લોલભાઇ રાવલ, પરેશભાઇ ઠાકર, કૌશિકભાઇ જોષી, અમિતભાઇ ત્રિવેદી, પ્રિયાંકભાઇ રાવલ, પ્રશાંતભાઇ રાવલ, અશોકભાઇ ભટ્ટ, સનતભાઇ ભટ્ટ સહિત સમગ્ર જ્ઞાતિ કારોબારી અને સહયોગી કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. અંતે આભારવિધિ ટ્રસ્ટનાં ખજાનચી જયેશભાઇ રાવલે કરી હતી, પ્રચાર-પ્રસારણની સંપૂર્ણ વ્યવસ્થા રાજકોટ મહાનગરપાલિકા શહેર ભાજપ કાર્યાલયમંત્રી અને રાજકોટ ચિભડીયા બ્રહ્મસમાજનાં પૂર્વપ્રમુખ જયંતભાઇ ઠાકરએ સંભાળેલ હતી. તેમ જ્ઞાતિનાં પ્રમુખ પ્રફૂલભાઇ જોષીની(મો. ૯૮૨૪૨૪૧૫૩૨)ની યાદીમાં જણાવેલ છે.(૨૨.૯)

(3:24 pm IST)