Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

સીટી વુમન્સ કલબ દ્વારા રાજેશ ખન્નાના સુપરહિટ ગીત અને નાટકની પ્રસ્તુતિ

રાજકોટ : રાજકોટ સીટી વુમન્સ કલબના સભ્ય બહેનો માટે ડીસેમ્બરનો ૧૧મો કાર્યક્રમ હેમુગઢવી હોલ ખાતે સુપર મ્યુઝિક ''કલાસીક કાકા'' રાજેશ ખન્નાના સુપર હિટ ગીતોનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં ગાયક કલાકારો, દેવાંગ દવે સુરત, આર.ડી. ઠક્કર રાજકોટ, આનંદ પલ્લવકર મુંબઇ, વોઇસ ઓફ રફી પ્રિયંકા મુખર્જી વોઇસ ઓફ લતા, મ્યુઝિકલ મયુર સોની ભુજ, એન્કર મેઘા બારડ રાજકોટએ એકથી એક ચડે તેવા ગીતો રજુ કર્યા હતા. છેલ્લા દેવાંગ દવેએ ગુજરાતી ગીતો ગાઇને બહેનોને ગરબે રમાડયા હતા. હાલમાં લગભગ ૮૦૦ થી વધારે સભ્ય બહેનો છે અને નવી નોધણી ચાલુ હોવાનું રાજકોટ સીટી વુમન્સ કલબના પ્રમુખ પ્રફુલાબેન મહેતાએ જણાવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ પ્રફુલાબેન મહેતા, ચેરમેન બિન્દુબેન મહેતા, ઉપપ્રમુખ મીનાબેન વસા, સેક્રેટરી ઇન્દિરાબેન ઉદાણી, એડવાઇઝર નીતા મહેતા,દીનાબેન મોદી, દર્શના મહેતા, પ્રિતીબેન ગાંધી, અલ્કાબેન ગોસાઇ, જયશ્રીબેન ટોળીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.જયારે રાજકોટ સીટી વુમન્સ કલબના સભ્ય બહેનો માટે ડીસેમ્બર માસમાં ૧૨મો અને છેલ્લો કાર્યક્રમ હેમુગઢવી હોલ ખાતે ગુજરાત રાજય સંગીત એકેડમી ગાંધીનગરના આર્થિક સહયોગથી ગુજરાતી ભરપુર કોમેડી નાટક ''વટથી કહો અમે બૈરીના ગુલામ'' રજુ થયેલ. ક્રિષ્ના કોમ્યુનિકેશન અલ્પના મજમુદાર નિર્મિત અભિનિત ભાવિક શાહ રિદ્ધમ કોમ્યુ. પ્રસ્તુત, લેખક રાજેન્દ્ર શુકલા મુંબઇ, કલાકારો નિશિથ બ્રહ્મભટ્ટ, અલ્પના મજમુદાર, નંદીની મહેતા હરેશ ડાગીયા, ગોપાલ બારોટ, ડિમ્પલ ઉપાધ્યાય હરીશ પંડયાએ સભ્ય બહેનોને અનેરૂ મનોરંજન પીરસ્યુ હતું. નાટકનું દીપ પ્રાગટય ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ અને શ્રીમતી અંજલીબેન રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવેલ. મુખ્ય મહેમાન તરીકે મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, જૈન અગ્રણી મહિલા વિણાબેન શેઠ, જૈન સમાજના સેવાભાવી મહિલા શ્રીમતી રીનાબેન બેલાણી, વૃદ્ધાશ્રમ દિકરાના ઘરના પ્રમુખ મુકેશભાઇ દોશી, જૈન અગ્રણી ઉપેનભાઇ મોદી, અલ્પનાબેન મજમુદાર ઉપસ્થિત રહેલ. સ્વાગત પ્રવચન દીનાબેન મોદીએ કરેલ. સંસ્થાનો પરિચય પ્રમુખ પ્રફુલાબેને આપેલ. આખા વર્ષનાં કાર્યક્રમોનો અહેવાલ આપેલ. શ્રીમતી અંજલીબેન રૂપાણીનું પુષ્પગુચ્છ દ્વારા પ્રમુખ પ્રફુલાબેન મહેતાએ બહુમાન કરેલ, બીનાબેન આચાર્યનું બહુમાન ચેરમેન બિન્દુબેન મહેતાએ કરેલ. અન્ય તમામ મહાનુંભાવોનું બહુમાન કમિટી સભ્ય દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ પ્રફુલાબેન મહેતા, ચેરમેન બિન્દુબેન મહેતા, સેક્રેટરી ઈન્દિરાબેન ઉદાણી, દીનાબેન મોદી, દર્શના મહેતા, નીતા મહેતા, પ્રિતીબેન ગાંધી, અલ્કાબેન ગોસ્વામી, ઉપપ્રમુખ મીનાબેન વસા વગેરેએ જહેમત ઉઠાવેલ.(૧.૨૯)

 

(3:24 pm IST)