Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

વરસાદ ઓછો થયો હોય આનાવારી ઓછી આંકો

ગ્રામ્ય સરપંચ સંગઠનના પ્રમુખ વિજય કોરાટ દ્વારા મામલતદારને રજુઆત

રાજકોટ તા. ૧ : વત વર્ષની સરખામણીએ આ વર્ષે રાજકોટ જિલ્લા તાલુકાના ગામોમાં વરસાદ ઓછો થયો હોય આનાવારી ઓછી આંકવા ગ્રામ્ય સરપંચ સંગઠનના પ્રમુખ વિજયભાઇ કોરાટે મામલતદાર સમક્ષ રજુઆત કરી છે.

તેઓએ જણાવેલ છે કે મોટાભાગના ગામોમાં નહીવત ૩૦૦ મીમીથી પણ ઓછો વરસાદ નોંધાયો છે છતા સરકાર દ્વારા ૬ થી ૮ આની વરસની બેઠી આનાવારી કરી સરપંચની સરહીઓ કરાવવા કાર્યવાહી થઇ રહી છે. જે અયોગ્ય છે.

ગ્રામસભાની બેઠકમાં આ આનાવારી સંબંધે પ્રશ્ન ઉઠાવવામાં આવેલ છે. ત્યારે  આ બાબતે યોગ્ય નિરાકરણ લાવી સાચુ ચિત્ર રજુ કરવા રાજકોટ જિલ્લા સરપંચ એસો.ના પ્રમુખ તરીકે વિજયભાઇ કોરાટે માંગણી ઉઠાવી છે. (૧૬.૧)

(11:56 am IST)