Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

થર્ટીફસ્ટની મદમસ્ત ઉજવણીઃ નવા વર્ષના વ્હાલથી વધામણા

રાત્રીના ૧૨ના ટકોરે વેલકમ -૨૦૧૯ની શુભેચ્છાની આપ-લે : ડીજેે-ડાન્સ-ડિનરની પાર્ટીઓમાં માનવ મહેરામણ ઉમટયું: વોટ્સએપ-ફેસબુકમાં હેપ્પી ન્યુયરના મેસેજ શેર થયાઃ ફરવા લાયક સ્થળોએ કિડીયારૂ ઉભરાયું: બોલીવુડના ગીતો સતત ગુંજતા રહયા

દિલ ધડકાએ... નખરે દિખાએ... બોલીવૂડના ગીતો ઉપર યુવાધન ઝુમ્યુઃ રાજકોટઃ કોઈપણ પર્વ હોય ઉજવણીમાં હંમેશા તત્પર રહેતા રંગીલા રાજકોટયનોએ થર્ટીફર્સ્ટની ધમાકેદાર ઉજવણી કરી હતી. બાય...૨૦૧૮ અને વેલકમ...૨૦૧૯ને આવકારવા શહેરના હોટલ, રીસોર્ટ સહિતના સ્થળોએ નવા વર્ષની ઉજવણી કરી હતી. યુવાધન બોલીવૂડના અવનવા ગીતો અને રીમીકસ ગીતો ઉપર ઝૂમતું જોવા મળ્યું હતું. જો કે આવા પશ્ચિમી પર્વના તહેવારો આપણે ત્યાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉજવાઈ રહ્યા છે. યુવાધન આપણી સંસ્કૃતિ ભુલીને પશ્ચિમી સંસ્કૃતિનો માર્ગ અપનાવવા લાગ્યું છે. જે ખરેખર એક લાલબતી સમાન છે. તસ્વીરોમાં ઉકત તસ્વીરોમાં ડાન્સ- મસ્તીની મોજ માણતું યુવાધન નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

 રાજકોટઃ તા.૧, શહેરીજનોએ નવા વર્ષના આગમનને ધામધુમથી વધાવ્યું હતુ.  મોજ-મસ્તીનો મંતર ફુંકાયો હતો. થર્ટીફસ્ટની ઉજવણીમાં રાજકોટ રસતરબોળ બની ગયું હતુ બાય...બાય...૨૦૧૮ અને વેલકમ ૨૦૧૯.. યુવાધન ઉમટી પડયું હતુ. શહેરની હોટલો, રીસોટો, પાર્ટીપ્લોટોમાં ડીજે વીથ  ડાન્સના કાર્યક્રમો યોજાયા હતા. આંખ મારે વો લડકી આંખ મારે...., કયોકી તુમ હો..હો.. જેવા બોલીવૂડના નવા-જુના ગીતો રીમીકસમાં સતત ગુંજતા જોવા મળતા હતા. શહેરના ઠેકઠેકાણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળયો હતો.

 એકાદ બે ઘટના સિવાય લોકોએ  નવા વર્ષને આનંદ અને હર્ષોલ્લાસથી આવકાર્યું  હતુ. બરાબર ૧૨ના ટકોરે આતશબાજી અને સંગીતના સથવારે નવા વર્ષને વધાવ્યું હતુ. શહેરના કાલાવડ રોડ ઉપર આવેલ પ્રેમમંદિર અને મોચી બજાર નજીક આવેલ ચર્ચમાં અને મંદિરોમાં પુજન પ્રાર્થનાના કાર્યક્રમો યોજાયા હતા.

ખિસ્ત્રી બિરાદરોએ ચર્ચમાં પ્રાર્થના કરી નવા નવા વર્ષને આવકાર આપ્યો હતો. તેમણે ઇસુના નવા વર્ષની એકબીજાને શુભેચ્છા આપી મોં મીઠા કરાવ્યા હતા. રાજકોટના ઇમેકયુલેશન ચર્ચ (મોચીબજાર), સીએનઆઇ ચર્ચ (આઇપીમીશન સ્કુલ પાસે), ક્રાઇસ્ટ ચર્ચ (જામટાવર) અને પ્રેમમંદિરમાં રાત્રીના સમયે ભારે ઘસારો જોવા મળ્યો હતો,  પ્રેમમંદિરમાં સૌખ્રિસ્ત્રી શ્રધ્ધાળુઓએ પ્રભુ ઇસુ સમક્ષ આરાધના વંદના કરી હતી. બધા એકબીજાને શુભેચ્છા પાઠવી નુતનવર્ષના નવા સ્પંદનો લઇ ઘરે પરત ફર્યા હતા.

શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ સહિતના જાહેર માર્ગો ઉપર ભારે ટ્રાફીક જોવા મળ્યો હતો, ડાન્સ-ડીજે-ડીનરના જલ્સા સાથે શોખીનોએ ડ્રીન્કસની ચુસ્કીઓ પણ લગાવી હતી. રાત્રીના ૧૨ના ટકોરે આતશબાજી સાથે નવા વર્ષને વધાવાયુ હતુ. મોડીરાત્રે સુધી યુવાધન ગીત સંગીતના સથવારે ઝુમી ઉઠયો હતો.

આ વર્ષ દરમિયાન સારા નરસા બનાવો અને ખાટામીઠા અનુભવોનું ભાથુ લઇને શહેરજનોએ આખરી વિદાય આપવા સજજ થયા હતા અને મધરાતે ન્યુયરના ઉન્માદ સાથે નવા વર્ષની વધામણી કરવા નગરજનો ઠેકઠેકાણે ઉમટી પડયા હતા.

ડાન્સ ડીજેની ધમાલ વચ્ચે ડીનરના અવનવા સ્વાદની કમાલ પણ જોવા મળી હતી. શહેરના કાલાવડ રોડ, રેસકોર્ષ રીંગ રોડ, જામનગર રોડ, તેમજ હાઇવે ઉપર આવેલી હોટેલોમાં  થર્ટીફસ્ટના કાર્યક્રમો યોજાયા હતા. તમામ હોેટેલો અને રીસોટમાં યુવાધને ડીજે તેમજ હિન્દી-ગુજરાતી રીમીકસ ગીતો ઉપર યુવાધન ડોલ્યું હતુ. હોટલોમાં કપલ ડાન્સ, બાળકો માટે વિવિધ ગેમ્સ તેમજ પરિવારજનો ઉજવણી કરી શકે તેવા પણ આયોજનો થયા હતાફ

નવા વર્ષની ઉજવણીમાં  પાસ કરીને યુવા વર્ગ ઘેલુ બન્યું હતુ શહેરમાં વિવિધ રાજમાર્ગો તેમજ હોટલો, રીસોટ પાસે રોશનીનો ઝગમગાટ જોવા મળ્યો હતો.  અમુક હોટલો અને રીસોટમાં મુંબઇથી આવેલા કલાકારોએ જમાવટ કરી હતી, શહેરની ભાગોળે ફાર્મહાઉસોમાં છાનેખુણે દારૂની મહેફીલો પણ જામી હતી.

જાણે રાત્રીના દિવસ ઉગ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતોે. માનવ મહેરામણ ઉમટી પડયું હતુ. કાલાવડ રોડ, રેસકોર્ષ ૧૫૦ ફુટ રીંગ રોડ સહિતના સ્થળોએ માનવ મહેરામણ ઉમટી પડયું હતુ. રાત્રીના ૧૨ના ટકોરે આતશબાજી, સંગીતના  તાલે લોકોએ એકબીજાને નવાા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તો અમુક લોકો દીવ, ગોવા, મુંબઇ, આબુ સહિતના સ્થળોએ ફરવા નિકળી ગયા હતા. (૪૦.૪)

(11:53 am IST)