Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

વેરાની કડક ઉઘરાણી શરૂ...

૮ મિલ્કતો સીલઃ બાકીદારો પાસેથી ૫.૫૧ લાખ વસુલ

પૂર્વ ઝોનના ભગવતીપરા, મોરબી રોડ, લાલપરી, આજી જીઆઇડીસીમાં કારખાના - દુકાનો સહિતની મિલ્કતો સીલઃ વોર્ડ નં. ૪, ૫, ૬, ૧૫, ૧૬, ૧૮માં વેરા ઇન્સ્પેકટરોની ટુકડીઓ ત્રાટકી

રાજકોટ તા. ૧ : મ્યુ. કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા આજથી કડક વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરાઇ છે જે અંતર્ગત આજે સવારે સામાકાંઠા વિસ્તારના વોર્ડ નં. ૪, ૫, ૬ તથા ૧૫, ૧૬, ૧૮નાં વિસ્તારોમાં કારખાના - દુકાનો સહિતની મિલ્કતોને સીલ કરી કુલ ૫.૫૧ લાખની વસુલાત કરી હતી.

આ અંગે સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ વેરા વસુલાત શાખા (પૂર્વ ઝોન) દ્વારા મિલકતવેરા રીકવરી ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં.-૪,૫,૬ ની એક સંયુકત ટીમ દ્રારા વોર્ડ નં- ૪ માં (૧) સાઈનાથ ઈન્ડ એસ્ટેટ ની અમરશીભાઈ ખજુરીયા ની મિલ્કત બાકી રકમ રૂ ૧,૬૮,૦૮૨ માટે સીલ લગાવાયું હતું. (૨) ભીખાભાઈ સોરઠીયા-મોરબી રોડ પરની મિલ્કત બાકી રકમ રૂ ૧,૨૬૦૨૧ માટે સીલ કરાયેલ (૩) કડવાભાઈ પટેલ-મોરબી રોડ બાકી રકમ રૂ ,૧.૧૩,૫૩૩ વોર્ડ નં ૬ માં લાલપરી રાંદરડા લેક પાસે આવેલ ગુરૂવરદ કોમ્પલેકસ માં મનોહરસીંહ જાડેજા ની શોપ નં. ૫ તથા ૬નો કુલ રૂ. ૩,૭૫૦૦૦ માટે સીલ કરેલ  (૪) મોતીભાઈ ખાંભલીયા- ભગવતીપરા બાકી રકમ વસુલાત માટે કાર્યવાહી કરતા રૂ ૧,૦૭૦૦૦ નો ચેક આપેલ (૫) શ્રી રામ ડેવલપર્સ- સદગુરૂ ધામ એ પારેવડી ચોક  શોપ નં ૪ અને ૬ માં વસુલાત ની કાર્યવાહી કરતા રૂ ૨,૯૪,૦૦૦નો ચેક આપેલ હતો.

જ્યારે વોર્ડ નં ૧૫,૧૬,૧૮ ની સંયુકત ટીમ દ્રારા વોર્ડ નં આજી જીઆઈડીસીમાં આવેલ ડાયનામેટીક ફોર્જીંગના બે યુનીટ ની કુલ બાકી રકમ રૂ ૩૧.૦૦ લાખની વસુલાત માટે સીલ કરેલ છે. તેમજ મીરા ઉદ્યોગમાં આવેલ જેરામભાઈ આટકોટીયાની ફાઉન્ડ્રીમાં વસુલાતની કાર્યવાહી કરતા રૂ. ૧,૫૦૦૦૦નો ચેક આપેલ છેવોર્ડ નં ૧૮ માં ધારેશ્વર સોસાયટી ઢેબર રોડ પરના યોગેશભાઈ કાચા ની મિલ્કત ની બાકી રકમ રૂ ૧,૦૩.૦૦૦ ની વસુલાત માટે સીલ કરેલ છે (૨) ધારેશ્વર સોસાયટી ઢેબર રોડ પરના ચીનુભાઈ પટેલની મિલ્કતની બાકી રકમ રૂ ૪,૩૭૦૦૦ની વસુલાત માટે સીલ કરેલ હતી.

આ કામગીરી આસિ. કમિશનર (પૂર્વ ઝોન), આસી મેનેજર (પૂર્વ ઝોન) એમ.ડી. ખીમસુરીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસરઓની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર, કુંદન પંડ્યા,  એ એ મકવાણા, જે કે જોશી, ભરત રાઠોડ, હસમુખ કાપડીયા દ્વારા કરવામાં આવેલ છે.

(3:53 pm IST)