Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

રાજકોટના બાબી'સ જીમનો ૩૬માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : તા.૩૧/૧૨/૨૦૧૭ના રોજ શુભારંભ થયેલ તેમજ રાજકોટ- સૌરાષ્ટ્રની પાયોનિયર સમાન જાણીતી સંસ્થા ''બાબી'સ જીમ'' આજે ૩૬માં વર્ષમાં પ્રવેશ કરે છે.

આજથી ૩૬ વર્ષ પહેલાં શહેરના નિષ્ણાંત બોડી-બિલ્ડર અને હેલ્થ તજજ્ઞ મુશ્તાકઅલીખાન બાબી(૯૮૭૯૮ ૭૨૮૫૯) એ સરકીટ હાઉસ સામે મેમણ બોર્ડીગમાં ''જીમ'' નો પ્રારંભ કરેલ ત્યારે શહેરમાં અચરજ અને આશ્ચર્ય થયેલ. યુવાનોમાં હેલ્થ અને કસરત માટે ઉદાસીનતા છવાયેલી હતી. ત્યાર બાદ યુવાન-યુવતીઓ હેલ્થ પ્રત્યે જાગૃત થયેલ અને જીમમાં નિયમિત રીતે યુવા જગતનો પ્રવાહ મળેલ હતો. સમયાંતરે ''બાબી'' સ જીમ'' નો વિકાસ થયો અને મુશ્તાકખાન બાબીના પુરૂષાર્થથી નામી- અનામી યુવાનો તૈયાર થયા અને અમુક યુવાનોએ બોડી-બિલ્ડીંગ ક્ષેત્રે દેશ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અપ્રિતમ સફળતા મેળવીને ગુજરાતનું નામ વિશ્વમાં રોશન કરેલ છે.

હાલની લાઈફ સ્ટાઈલ અને વર્તમાન જીવનશૈલીથી યુવાનોની હેલ્થ  અને સ્વાસ્થ્યને માઠી અસર પહોંચી છે. સૌરાષ્ટ્રમાં અત્યંત જાણીતા બનેલાં બાબીઝ જીમના સંચાલક મુસ્તાકઅલીખાનજી બાબીએ વધુમાં ઉમેર્યું  છે કે, અત્યારની લોકોની દોડા-દોડી, વેસ્ટર્ન કલ્ચરલનું આંધળું અનુકરણ, ટેન્શનના લીધે બ્લડપ્રેશર, ડાયાબીટીશ, હાઈપર ટેન્શન, સ્થુળતા વિગેરે રોગો ચિંતાજનક રીતે સપાટી ઉપર છે. આ માટે શરીર હેલ્ધી રાખવા માટે પ્રતિદિન ૩૦ મિનીટની કસરત આવશ્યક છે.

છેલ્લા ૩૦ વર્ષમાં રાજકોટની પચરંગી પ્રજાએ બાબીઝ જીમની લોકપ્રિયતામાં વધારો કર્યો, યુવાન-યુવતીઓ તાલીમ લેતા   થયા, મોટા ભાગના યુવાનોએ આંતરરાષ્ટ્રીય દેશ-વિદેશમાં સફળતા મેળવી. યુવાનોમાં તમાકુ, ગુટખાં, જંકફુડ અત્યંત પ્રાણઘાતક છે. ખાસ કરીને બાળકોને કુટેવોથી દૂર રાખવા જોઈએ. જંકફુડ શરીર માટે નુકશાનકારક હોવાનું યાદીમાં અંતમાં જણાવાયું છે.

(3:47 pm IST)